મહેસાણા માં ફાયર વિભાગની ટીમોએ અલગ અલગ વિસ્તારમાં એન.ઓ.સી ના હોવાથી નોટિસ ફટકારી

મહેસાણા
મહેસાણા

21 ટ્યુશન ક્લાસીસ, 36 હોસ્પિટલ સહિતના એકમોમાં ફાયર સેફટી,NOC ના હોવાથી નોટિસ, હજુ શહેરમાં ફાયર ટીમોની કામગીરી યથાવત

રાજકોટ અગ્નિકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા.ઘટના બાદ સરકારે જ્યાં વધારે ભીડ થતી હોય તેવા સ્થળો પર ફાયર સેફટી ના સાધનો કે NOC લીધેલ છે કે નહીં એ અંગે તમામ ફાયર અધિકારીઓને તપાસના આદેશ આપ્યા હતા.ત્યારબાદ મહેસાણામાં પણ ફાયર વિભાગની ટીમોએ શહેરમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં હોટેલ,કલાસરૂમ,શાળા,સરકારી કચેરી,હોસ્પિટલમાં માં તપાસ કરતા અનેક એકમોમાં નાતો ફાયર સેફટીના સાધનો લાગેલા જોવા મળ્યા કે ના ફાયર NOC છેલ્લા કેટલાય સમયથી મહેસાણામાં ફાયર સેફટી વિના ધમધમી રહ્યા હતા.જોકે રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવતા ફાયર સેફટી વિનાના એકમો સામે સર્વે કર્યા બાદ મહેસાણામા નોટિસ ફટકારવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.

ત્યારે બીજી બાજુ ફાયરના સાધનો વેચાણ કરતા વ્યાપરીઓ ત્યાં પણ હાલ ગ્રાહકો ફાયર ની બોટલો લેવા તેમજ રિફિલિગ માટે આવી રહ્યા છે.જોકે હાલમાં અગ્નિકાંડ બાદ ગ્રાહકોમાં વધારો જોવા મળ્યો હતો.ત્યારે થોડા દિવસ થી ઘસારો ઘટ્યો હોવાનું પણ વ્યાપરી જણાવી રહ્યા છે.

હાલમાં 21 ટ્યુશન ક્લાસીસ,36 હોસ્પિટલ,અને કેટલીક હોટેલ,રેસ્ટોરન્ટ માં નોટિસ આપવામાં આવી છે.જ્યાં સુધી મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ બીલડીગ નો સર્વ ના થઇ જાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે. મહેસાણા વિસ્તાર તબક્કા વાર ટિમો બનાવી સર્વ કરવામાં આવી રહ્યો છે.ચકાસણી પૂર્ણ થયા બાદ અમને જાણવા મળ્યું છે કે ઘણી જગ્યા પર ફાયર સિસ્ટમ લાગેલ છે પરંતુ લોકો ને નોલેજ નો અભાવ છે કે ફાયર ના સાધનો કેવી રીતે ઉપયોગમાં લેવા જેથી આમરું આગળ નું પગલું એ રહેશે કે લોકો ને આ બાબતે જાગૃત કરીયે અને સાધનો નો ઉપયોગ કરવા ટ્રેનિંગ અપીએ છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.