મહેસાણા જિલ્લામાં ભારતમાલા રોડમાં આવતા પાણીના વેરા પરના રોડના ક્રોસિંગમાં પુલ બનાવવા માંગ કરાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાંથી આગામી સમયમાં પસાર થનાર ભારતમાલા રોડની મામલે મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિ અધ્યક્ષે કલેકટરને પત્ર લખી રજુઆત કરી છે.જેમાં જે ગામોમાં રોડ પસાર થવાનો છે.ત્યાં ગામોમાં પાણી ના વ્હેળા થતા નેળિયામા જરૂરી નાળા બનાવવા અંગે રજુઆત કરી છે.જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ હરિભાઈ પટેલે કલેકટરને પત્ર લખી રજુઆત કરી છે કે ભારતમાલા રોડની લાઈન દોરીમાં આવતા ગામોમાં પાણીના વ્હેણા થતા નેડિયામાં જરૂરી નાળા બનાવવા અંગે થતા નાના મોટા રોડ ક્રોસિંગ મા પુલ બનાવવા અંગે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી આગોતરાઆયોજન કરવા માગ કરી છે.આગામી સમયમાં સુણક થતા સલવાસણા,ઊંઝા,પાટણ રોડ પર વધારે વરસાદ આવે ત્યારે રોડ પર 1 થી 2 ફૂટ પાણી સમાંતર ખેતરમાં ગયા હતાં.સુણક ગામના દક્ષિણ બાજુ ભારત માલા રોડ ઊંચાઈમાં પસાર થતો હોવાથી આ ગામ થતા અન્ય ગામો રોડ આગળ વધારે પાણી થતા પુર જેવી પરિસ્થિતિ માં બેટ અથવા ડેમ જેવી પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે ભૂતકાળમાં પુર ના ડેટા મેળવી તેનાથી વધારે કેપિસિટી વાળા નાળાના કામ થતા નાળાની આગળના અને નીચેના વહેણના ભાગમાં ખેતરમાં ધોવાણ ન થવા માટે જરૂરી સંરક્ષણ દીવાલ થતા નાળાકામ માટે ડિઝાઇન પ્લાનિંગમાં કરવા રજુઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.