મહેસાણામાં ચૂંટણી અધિકારી એક લાખની લાંચ લેતા ઝડપાયા

મહેસાણા
મહેસાણા

રખેવાળ ન્યુઝ ડીસા : મહેસાણા જીલ્લા પંચાયતની ચુંટણીમાં મહિલા ઉમેદવારના ફોર્મમાં ખુટણી વિગતો હોવા છતાં ફોર્મ માન્ય રાખવા ચુંટણી અધિકારી ગઈકાલે વિસનગર વિશ્રામ ગૃહ ખાતે રૂા.૧ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.
મહેસાણા જીલ્લા પંચાયત ની સવાલા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવેલ મહિલાનું ફોર્મ રદ્દ કરવા માટે પ્રતિસ્પર્ધિએ વાંધા અરજી આપી હતી. જે વાંધાઓના મહિલા ઉમેદવારે લેખીતમાં ખુલાસો કરેલ પરંતુ તેમનું ફોર્મ મંજુર કરાવી હુકમ મેળવવા ચુંટણી અધિકારી અને જીલ્લા રજીસ્ટાર રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટએ રૂા.૧ લાખની માંગણી કરી હતી. આથી મહિલા ઉમેદવારના પતિએ આ અંગે ગાંધીનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના પગલે ગાંધીનગર એસીબી પી.આઈ. એચ.બી.ગામેતીએ એ.સી.બી. ના મદદનીશ નિયામક એ.કે.પરમારના માર્ગદર્શન હેઠળ ગઈકાલે પોતાની ટીમ સાથે વિસનગર વિશ્રામ ગૃહ ખાતે છટકુ ગોઠવ્યું હતું. જેમાં ચુંટણી અધિકારી રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ રૂા.૧ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતાં તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.