ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે નવરાત્રિ દરમિયાન છૂટા હાથે ગરબો લઈ મહિલાઓ જમાવે છે

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે ગરબાની સંસ્કૃતિ જાળવી રાખી છે. ગામના વિવિધ ચોકમાં મહિલાઓ ચાંદીના, તાંબાના, માટીના ગરબા તેમજ માંડવીઓ માથે મૂકી ગરબે રમે છે.ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે મહાકાલી માતાજીનું 900 વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં નવરાત્રિ દરમિયાન ગામના વિવિધ ચોકમાં મહિલાઓ ચાંદીના, તાંબાના, માટીના ગરબા તેમજ માંડવીઓ માથે મૂકી ગરબે રમે છે. મહેરવાડા ગામમાં હજુ પણ મૂળ ગરબાની પરંપરા હજુ પણ અકબંધ રહેવા પામી છે. ગરબા જોવા અને મહાકાલી માતાજીના દર્શન કરવા માતરે વતન મોટી સંખ્યામાં લોકો નવરાત્રિએ અચૂક પધારે છે.મહાકાળી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. જેની સ્થાપનાનો કોઈ નક્કર ઉલ્લેખ કે રેકોર્ડ નથી. પરંતુ બારોટના રેકોર્ડ મુજબ મહાકાળી માતાજીનો પરચો 900 વર્ષ પહેલા મળેલો હતો. તે વખતે ત્યાં નાની ડેરી બનાવી સમયાંતરે આશરે 150 વર્ષ પહેલા તેની બાજુમાં હાલ હયાત છે. તે મોટું મંદિર બનાવ્યું હતું. પંથકના આજુબાજુના ગામના લોકો શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરવા આવે છે.


માતાજીની મૂર્તિની વિશેષતા એ છે કે આમ તૌર પર મહાકાળી માતાજીની મૂર્તિ રુદ્ર સ્વરૂપે તથા કાળા પથ્થરની હોય છે. પણ મહેરવાડા ગામમાં માતાજીની મૂર્તિ સૌમ્ય સ્વરૂપે તથા સફેદ માર્બલમાંથી બનાવેલી તથા તેનું મુખ થોડું ગામ તરફ ઝૂકતું છે. એવું કહેવાય છે કે નિસંતાન દંપત્તિ શ્રદ્ધા રાખી દર્શન કરે તો તેમની આશા ચોક્કસ પૂરી થાય છે. નવરાત્રિ પર્વના નવ એક દિવસ દરમિયાન ગામના ચાચર ચોકમાં માતાજીના ગરબા રમાય છે. મહેરવાડા ગામે હજુ પણ ગરબાની સંસ્કૃતિ જાળવી રાખી છે.નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગામની મહિલાઓ ચાંદી તાંબા કે માટીના નયનરમ્ય કોતરણીથી કરેલ ગરબા મહિલાઓ માથે મૂકી ગરબે રમે છે. બેડા સ્વરૂપે જ્યાં ગરબો ઘુમતો હોય ત્યારે તેને નિહાળવાનો લ્હાવો કંઈક અલગ જ છે. નોમની રાત્રે અહીં ભવ્ય લોક મેળો ભરાય છે. જેમાં દર વર્ષે લગભગ લાખ લોકો ગરબા જોવા તેમજ માતાજીના દર્શન કરવા આજુબાજુના પંથકમાંથી ઉમટે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.ગામ બહાર વસતા તમામ જ્ઞાતિ જાતિના લોકો નવરાત્રી દરમિયાન ગામમાં અચૂક આવે અને કહેવાય છે કે, માતાજીની સાચી શ્રદ્ધાથી દર્શન કરવાથી લોકોના ગમે તેવા અટવાયેલા કામ પૂર્ણ થાય તેવી લોકમાન્યતા છે. આ વર્ષે નોમનો મેળો તારીખ 23 ઓક્ટોબર 2023ને સોમવારના રોજ યોજાનાર છે. શ્રી મહાકાળી માતાજી સંસ્થાન દ્રારા નોમની રાત્રી દરમિયાન ભરાતા મેળાની તડામાર તૈયારીઓ કરાઈ છે. મહેરવાડા ગામે આવેલ ચાચર ચોકમાં ચાંદીના 111 તાંબાના 250 માટીના 50 ગરબા અને પાંચ જેટલી માંડવીઓ બહેનો માથે મૂકી ખલાવે છે જે જોવા પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.