ખેરાલુ તાલુકામા રહેણાંક વિસ્તારમાં અજગર ચડી આવતા દોડધામ મચી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા નજીક આવેલા બાજપુરા તેમજ ચિત્રોડીપુરા ગામની અંદર અલગ અલગ જગ્યાએ સાંજે બે અજગર આવી જતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.સમગ્ર મામલે સ્થાનિક રેસ્ક્યુ ટિમ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા.ટિમો ઘટના સ્થળે દોડી આવી રાત્રે ટોર્ચના અજવાળું કરી બે અજગરને અલગ અલગ જગ્યા પરથી પકડી લેવામાં આવ્યા હતાં.અને બને અજગરને જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતના શ્વાસ લીધા હતા.ખેરાલુ તાલુકના ડભોડા નજીક ડુંગર વિસ્તાર હોવાથી અવારનવાર આ વિસ્તારમાં વન્ય જીવો આવતા હોય છે.ત્યારે આ વિસ્તારમાં આવતા બાજપુરા અને ચિત્રોડીપુરા ગામમાં બે અલગ અલગ જગ્યાએ અજગર જોવા મળતા લોકોને ભય પેસ્યો હતો.બાદમાં સ્થાનિક લોકોએ જીવદયા અને ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં આવતા તેઓ ગામમાં દોડી આવ્યા હતા.જેમાં એક અજગરનું ગામના લોકોએ રેસ્ક્યુ કર્યું હતું.અને એક અજગરને ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ કર્યો હતો.સમગ્ર મામલે બે ગામોમાં બે કિલોમીટર વિસ્તારમાં અલગ અલગ બે અજગર જોવા મળ્યાના સમાચાર પ્રશરતા ગામના લોકોના ટોળેટોળાં અજગર જોવા ઉમટયા હતા.જોકે ફોરેસ્ટ ટિમ અને સ્થાનિક લોકોની મદદથી ભરે જહેમત બાદ અજગર નું રેસ્ક્યુ કરી પકડી પાડવામાં આવ્યો હતો.સમગ્ર મામલે ઘટનાની જાણથતા ખેરાલુ વન વિભાગના ડભોડા વનપાલ આશાબેન ચૌધરીને જાણ થતાં તેઓ રાત્રીનો સમય જોવા છતાં પોતાની ફરજ પર દોડી આવ્યા હતા.ટિમો દ્વારા બંને અજગરને રેસ્ક્યુ કરી કબ્જે લેવાયા હતા.જોકે તેઓના જાણવા પ્રમાણે એક અજગર 8 ફૂટ અને એક અજગર 10 ફૂટ લાંબો હોવાનું તેઓએ જાણવ્યું હતું.તેમજ બને અજગરને પકડી તારંગા ના જંગલમાં છોડી મુકતા સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.