વિસનગરના કાંસા ગામે મહિલાઓને જાતીય સતામણી વિશે માહિતી આપવામાં આવી
વિસનગર તાલુકાના કાંસા ગામ ખાતે ગ્રામીણ મહિલા સુરક્ષા સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામીણ કક્ષાએ મહિલાઓને કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ ભારત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આપવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નવીન ગ્રામીણ મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી હતી.તાલુકાના કાંસા ગામ ખાતે ગ્રામીણ મહિલા સુરક્ષા સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સુરક્ષા સમિતિના કન્વીનર અને પાલિકાના પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા સમિતિ સદસ્ય મનીષાબેન દ્વારા આયોજિત આ ગ્રામીણ મહિલા સુરક્ષા સમિતિની બેઠકમાં મહિલાઓની સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મહિલાઓને થતી જાતીય સતામણી, ઘરેલુ હિંસા, કામકાજના સ્થળે જાતીય સતામણી, પોક્સો એક્ટ, આવકના સ્ત્રોત ઊભા કરવા, મહિલાઓને લગતા વિવિધ કાયદાની સમજ આપવામાં આવી હતી. જેમાં મહિલાલક્ષી સરકારી યોજનાઓની પણ માહિતી ગ્રામીણ મહિલાઓને આપવામાં આવી હતી. જેથી મહિલાઓ જાગૃત બની આગળ આવે તે માટે આયોજન થયું હતું. આ બેઠકમાં નવીન ગ્રામીણ મહિલા સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં ગામની મહિલાઓએ હાજરી આપી હતી.