કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પરિવાર સાથે મતદાન કર્યું
કડી 24-વિધાનસભાની બેઠક ઉપર આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને સવારથી દરેક બુથ ઉપર મતદારોની લાઈનો જોવા મળી રહી છે. તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર નીતિન પટેલ આજે સવારે પોતાના પરિવાર સાથે કડી ખાતે મતદાન કર્યુ હતુ. આ સાથે નાયક વાસ પાસે આવેલ 137 નંબરના બૂથ ઉપર 95 વરસના રમાબેન નાયકે પોતાનો મત આપીને પોતાની ફરજ અદા કરી હતી.
ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર નીતિન પટેલ આજે સવારે પોતાના પરિવાર સાથે કડી ખાતે આવી પહોંચ્યા હતા. કડી શહેરના બ્રાહ્મણની વાડી ખાતે 121 નંબરના મતદાન બુથમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ હતુ.
કડી શહેરના નાયક વાસ પાસે આવેલ 137 નંબરના બૂથ ઉપર 95 વરસના રમાબેન નાયકે પોતાનો મત આપીને પોતાની ફરજ અદા કરી હતી. તેમજ તેઓ ચાલી શકતા ન હોવાથી તેઓને વહિલચેર ઉપર મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તેમજ 24 વિધાનસભા બેઠક ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી તેમજ બીએસએફના જવાનોનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.