કડીમાં પાંચમા નોરતે સ્કાય લાઇટ ફ્લેટ તેમજ પેરેડાઇઝ ફ્લેટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા

મહેસાણા
મહેસાણા

કડીમાં પાંચમા નોરતે નવલી નવરાત્રિનો રંગ જામતો જોવા મળ્યો હતો. નવલી નવરાત્રીમાં સોસાયટીઓ તેમજ ફ્લેટોની અંદર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં કડીના કરણ નગર રોડ ઉપર આવેલ સ્કાય લાઇટ ફ્લેટ તેમજ પેરેડાઇઝ ફ્લેટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા. બંને ફ્લેટમાં ખેલૈયાઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા.


કડી તાલુકાના નાની કડી રોડ ઉપર આવેલી સંતરામ સિટીમાં સરદાર વિલા સોસાયટીમાં જાણે નવલી નવરાત્રીનો રંગ જામતો જોવા મળ્યો હતો. નવલી નવરાત્રીમાં માઇ ભક્તો તેમજ યુવકો અને યુવતીઓ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝુમી ઉઠ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.