કડીમાં સગર્ભા માતાને પ્રસુતિની પીડા ઉપડતા સ્ટાફે એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરાવી

મહેસાણા
મહેસાણા

રાજ્યની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદ સન્માન બની છે. કડીમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા એક પ્રસુતા માટે દેવદૂત સાબિત થઈ હોય તેવું જોવા મળ્યું છે. આરોગ્ય કર્મીની સમયસૂચકતાની ઘટના સામે આવી છે. જ્યાં પ્રસુતાને અચાનક જ પ્રસુતિની પીડા ઉપડતા તેની એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરવામાં આવી હતી.


કડી તાલુકાના કોટડા ગામે રહેતા હંસાબેન અરવિંદભાઈને પ્રસુતાનો દુખાવો ઉપાડતા તેમના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. જ્યાં કડીના 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા પાયલોટ હર્ષદભાઈ તેમજ EMT હિતેન્દ્ર પ્રજાપતિ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ગણતરીની જ મિનિટોમાં કોરડા ગામે પહોંચી હતી અને સગર્ભા અવસ્થાનો દુખાવો ઉપાડતા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઈને તેઓ કડીની સરકારી હોસ્પિટલ કુંડાળ ખાતે લઈ આવતા હતા. જે દરમિયાન રસ્તામાં જ તેઓને અસહ્ય દુખાવો ઉપાડતા EMT જીતેન્દ્ર પ્રજાપતિએ ડોક્ટર મહેતાનો સંપર્ક ટેલિફોનિક કર્યો હતો. તેમજ તેમની સૂચનાથી હિતેન્દ્ર પ્રજાપતિએ તાત્કાલિક પ્રસૂતા મહિલાની ડીલેવરી 108 એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે માતા અને બાળકને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળક અને માતા તંદુરસ્ત હોવાની માહિતી 108ના હિતેન્દ્ર પ્રજાપતિએ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.