કડીમાં સશક્ત કિશોરી સુપોષિત કાર્યક્રમ અંતર્ગત સીએન કોલેજમાં કિશોરી મેળો યોજાયો

મહેસાણા
મહેસાણા

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ તથા આઈસીડીએસ અંતર્ગત કડી સી એન કોલેજના સાંસ્કૃતિક હોલ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓના શિક્ષણ પોષણ બાળ લગ્ન સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી ભારત સરકારની થીમ સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત કિશોરી મેળાનો કાર્યક્રમ 11થી 13 ઓક્ટોબર સુધી યોજવામાં આવશે. જે અંતર્ગત કડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલ સી એન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સાંસ્કૃતિક હોલ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓને, મહિલાઓને ફાયદા શિક્ષણ, પોષણ આહાર, મફત કાનૂની સહાય, કિશોરીઓને બેંકમાં કઈ રીતે ખાતું ખોલાવવું, પોસ્ટમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે દરેક વિભાગના અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. કિશોરી મેળા કાર્યક્રમમાં દરેક વિભાગના સ્ટોલનું આયોજન કરી કિશોરીઓને માહિતી આપવામાં આવી હતી.


કિશોરી મેળા કાર્યક્રમ અંતર્ગત સીડીપીઓ દ્વારા કિશોરીઓને સ્વસ્થ, સક્ષમ, શિક્ષિત કિશોરી, સશક્ત ભારતના ભાવીનું નવીન નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આઇસીડીએસ સ્ટોલમાં લાઈવ રસોઈ શો દ્વારા કિશોરીઓને વાનગી બનાવતા શીખવાડવામાં પણ આવ્યું હતું. આ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય કરસન સોલંકી, સીડીપીઓ કડી પાયલ જોષી અધિકારીઓ કિશોરીઓ આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.