દિપરા દરવાજા ઢાળમાં પાણીના સંપનો સ્લેબ તૂટતા પતરા ઢાંક્યા : પાણી બંધ થતા સ્થાનિકો પરેશાન

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરના દિપરા દરવાજા ઢાળમાં આવેલ નગરપાલિકાના પાણીના સંગ્રહનો સંપનો સ્પેબ અચાનક તૂટી જતા બે યુવકો અંદર પડી જતા આજુબાજુના લોકોએ બહાર કાઢ્યા હતા. જે બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના બાદ પાલિકાના કર્મચારીઓએ સ્લેબ તૂટ્યાની જગ્યાએ પતરા ઢાંકી દઈ સંપનુ પાણી બંધ કરી દીધું છે. જેથી સંપનું પાણી બંધ થઈ જતા સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ઘણા વર્ષો પહેલા અરજી કરવા છતાં પણ પાલિકા દ્વારા સંપના સ્લેબને રિપેરિંગ ન કરતા યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી પાલિકાએ આડોડાઈ કરી સ્લેબ તૂટતા સંપનુ પાણી બંધ કરી દેતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વિસનગર શહેરના દિપરા દરવાજા ઢાળમાં આવેલ નગરપાલિકાના પાણીના સંગ્રહ કરવાનો સંપ રવિવારે સાંજે અચાનક તૂટી પડી પડતા સંપ પર બેઠેલ બે યુવકો અંદર પડી ગયા હતા. જેમાં 24 વર્ષીય શની યાદવ અને 17 વર્ષીય દેવ પટેલ અંદર સંપમાં પડતા શનીને તરતા આવડતુ હોવાથી મહામુસીબતે બહાર કાઢ્યા હતા. જ્યાં સ્લેબ તૂટતા બે યુવકો અંદર પડ્યાની જાણ થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા. જ્યાં બન્નેને ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેથી સ્લેબ તૂટવાની જાણ પાલિકાના કર્મચારીઓને થતા દોડી આવી સંપ પર પતરા ઢાંકી દઈ સંપનું પાણી બંધ કરી દીધું હતું. જેથી પાણી બંધ કરી દેતા દિપરા દરવાજા વિસ્તારના લોકોને પાણી માટે મુશ્કેલી પડી રહી છે.


આ અંગે સ્થાનિક કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, બે છોકરા સંપ પર બેસેલા હતા અને ઢાંકણું એકદમ તૂટી પડ્યું, જેમાં છોકરા અંદર પડ્યા અને જેમાંથી એકને તરતા આવડતું હોવાથી બીજા ડૂબતા છોકરાને બહાર કાઢ્યો હતો. જેમાં લોકો ભેગા થઈ બહાર કાઢી એમની સારવાર કરાવી. જેમાં આ સ્લેબ ની અરજીઓ મેં 29/07/2009ના રોજ આપેલી છે અને બીજી એક અરજી 29/01/2010ના રોજ કે આ સંપનુ ઢાંકણું હલકી ગુણવત્તા વાળું છે એવી મેં અરજી આપી હતી છતાં પણ એનું કોઈ રિપેરિંગ કરી ગયું નહિ. અત્યારે ખાલી પતરાને એવું ઢાંકી જતા રહ્યા છે અને આવતા નથી. બે દિવસથી દિપરા દરવાજા વિસ્તારમાં પાણી બંધ છે અને હવે ક્યારે ચાલુ થાય અને ક્યારે રિપેરિંગ થાય એનું કંઈ નક્કી જ નથી. જેમાં કોઈ જોવા જ આવતું નથી.જેમાં મેં અત્યારે નગરપાલિકાના સુધીરભાઈ, ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના હેલ્પલાઇન નંબર પર ફોન કરતા કોઈ ઉપાડતું નથી. હવે અમારે પાણી કેવી રીતે પીવું અને શું કરવું એની બહુ સમસ્યા છે. આ ત્રણ લાખ લિટરનું ટાંકું છે અને આટલા મોટા ટાંકામાં છોકરા પડ્યા હોય અને પાણી ઓછું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.