બેચરાજીના દેલવાડામાં યુવાનો સાથે વૃદ્ધો પણ હાથોમાં દાંડિયા લઇ દેશી ઢોલના તાલે ઝૂમ્યા

મહેસાણા
મહેસાણા

નવરાત્રીના ચોથા નોરતે આજે જિલ્લા ભરમાં નવરાત્રીને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા દેલવાડા ગામે ચોથા નોરતે નાના બાળકોથી વૃધો પણ ગરબા રમતા જોવા મળ્યા.ત્યારે પરંપરાગત રીતે યોજાતી નવરાત્રીમાં દરેક યુવાનોએ પોતાના હાથમાં દાંડિયા સાથે ગરબા ઘૂમ્યા હતા જેમાં મોટી ઉંમરના વૃદ્ધ પણ દેશી ઢોલના તાલે રાસ રમતા જોવા મળ્યા હતા.

મહેસાણા શહેરમાં પણ નવલી નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે મહેસાણા ધોબીઘાટ પાસે આવેલા સમર્પણ ચોકમાં થતી નવરાત્રીમાં યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા.જેમાં યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેશમાં અલગજ અંદાજમાં ગરબે ઘૂમતી જોવા મળી.ત્યારે સમર્પણ ગ્રુપ દ્વારા ઘણા સમયથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે ચોથા નોરતે યુવાઓએ રંગત જમાવી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.