મહેસાણાના અંબાસણ ગામે દારૂ પીવાના પૈસા ન આપતા શખ્સે આધેડને મારમાર્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણાના અંબાસણ ગામે એક આધેડ પાસે આવી ગામના એક શખ્સ દારૂ પીવા માટે પૈસા માગ્યા હતા.જેથી આધેડે પૈસા ક્યાંથી લાવું એમ કહેતા તે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો.અને આધેડ પર હુમલો કર્યો હતો.આ બનાવની જાણ લાઘણજ પોલીસને કરાતા પોલીસે હુમલાખોરો શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે. અંબાસણ ગામે ઇન્દિરા નગરમાં રહેતા કલ્યાણ ભાઈ પ્રતાપભાઈ રબારી નામના અપરણિત આધેડ તેમના ઘર આંગણે બેઠા હતા.તે સમયે ગામમાં રહેતા છનાભાઈ પશાભાઈ પટેલ તેમના પાસે આવી ને દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા.જોકે પોતાની પાસે પૈસા ન હોવાનું કહી આધેડે છનાભાઈ ને દારૂ પીવાના પૈસા ન આપતા તે શખ્સ ગુસ્સે થઈ ઉશ્કેરાઈ ગયા બાદ ફરિયાદીને અપશબ્દો બોલવા લાગ્યો હતો.બાદમાં ધોકા વડે ફરિયાદી પર હુમલો કરી માર માર્યો હતો.ઇજાઓ થતા ફરિયાદીએ મહેસાણા સિવિલમાં સારવાર લીધી હતી.ત્યારબાદ લાઘણજ પોલીસમાં હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.