મહેસાણામાં IELTS કૌભાંડ કેસમાં 4 આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટમાં સુનાવણી થશે.

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં IELTS કૌભાંડ કેસમાં વિદેશ જવાની લાલસામાં પરીક્ષાઓ ગેરકાયદેસર રીતે પાસ કરાવી વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી રકમ ખંખેરી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ સામે આવ્યા બાદ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં 44 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેની અંદર હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હાલમાં આ કેસની અંદર સંડોવાયેલા 4 આરોપીઓના આગોતરા જામીન અરજી પર આજે મહેસાણા કોર્ટમાં સુનાવણી થશે.

IELTS પ્રકરણમાં સંડોવાયેલા 4 આરોપીઓએ મહેસાણાની સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. તેની આજે સુનાવણી રાખી છે. જેમાં પોલીસ આરોપીઓને આગોદરા જામીન ન આપવા સોગંદનામુ કરશે. મળતી માહિતી અનુસાર વિદેશ જવા માટે IELTSની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસાડી પાસ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ 44 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.