મહેસાણા હાઈવે ઉપર એક કારને અડફેટે લીધી કાર ડિવાઈડર પર ચડી ગઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર અનેક વખત અકસ્માતની ઘટના સામે આવતી હોય છે અને અનેક લોકોના અકસ્માતના કારણે મોતના નીપજતા હોય છે. આ હાઇવે ઉપર રાત-દિવસ અસંખ્ય વાહનોની અવર-જવર જોવા મળતી હોય છે અને માટીના ફેરા કરતા ડમ્પરચાલકો બેફામ ઝડપે આ રોડ રસ્તા ઉપરથી નીકળતા હોય છે અને અનેક લોકોને અડફેટે લેતા હોય છે. ત્યારે નંદાસણ ઐસાર પેટ્રોલ પંપની સામે એક ડમ્પરચાલકે કારને અડફેટે લેતા અકસ્માતની ઘટના સામે આવી હતી.

કડી તાલુકાના નંદાસણ ગામમાંથી પસાર થતા મહેસાણા-અમદાવાદનો હાઇવે રાત-દિવસ વાહનોથી ધમધમતો અને ટ્રાફિક વાળો જોવા મળતો હોય છે. ત્યારે નંદાસણ ઐસાર પેટ્રોલ પંપની સામે એક કારને ધડાકાભેર ડમ્પરચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

મહેસાણા તરફથી આવી રહેલી એક કાર અમદાવાદ તરફ જઈ રહી હતી. જ્યાં તેની પાછળ ફૂલ ઝડપે એક ખાલી ડમ્પર આવી રહ્યું હતું અને તેણે કારને ટક્કર મારતા ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.