મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ સરકારી યોજના અંગે ઝુંબેશ હાથ ધરી

મહેસાણા
મહેસાણા

રાજ્ય સરકાર દ્વારા પીએમજેએ વાય-મા યોજનાનો લાભ મળી રહે તે હેતુ થી આરોગ્ય વિભાગ દ્વારા રાત્રિ કેમ્પ કરી પાત્રતા ધરાવતા પરિવારો ના ઘરે ઘરે જઇ પીએમજેએવાય-મા કાર્ડ નિકાળવામાં આવે છે. મજુરી કામ કરી પોતાનુ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો દિવસ દરમ્યાન ઘરે હાજર હોતા નથી તેમજ કચેરિઓ પર યોજનાકિય લાભ લઇ શકતા નથી આવા પરિવારો બિમારીના સમયે સરકારની યોજનાઓનો લાભ લઇ શકતા નથી જેના પરિણામે આ ઝુંબેશની શરુઆત કરવામાં આવી છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ મહેશ કાપડિયા દ્વારા જિલ્લાના તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓને પોતાના તાલુકામા પીએમજેએવાય-મા કાર્ડ ઓછા નિકળ્યા હોય તેવા વિસ્તારો મા રાત્રિ કેમ્પ કરવા સુચન કરેલ જેના પરિણામે તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તેઓના ગ્રામિણ વિસ્તાર માં પીએમજેએવાય-મા કાર્ડ ઓછા નિક્ળેલા હોય તેવા વિસ્ર્તારો મા કેમ્પ નું આયોજન કરવામા આવેલ છે.

NFSA ડેટા મુજબ જેનુ નામ હોય તેવા પરિવાર ના ઘરે ઘરે આરોગ્ય કર્મચારીઓ જાય છે તેમજ તત્કલિક સ્થળ ઉપર આવા જરુરિયાતમંદ પરિવાર ના કાર્ડ નિકાળવામાં આવે છે.આરોગ્ય કર્મચારિઓ દ્વારા રાત્રિકેમ્પ નુ આયોજન દરમ્યાન ગામ મા અગાઉ થી જાહેર જગ્યાઓ પર કેમ્પ વિશે માહિતી આપવામાં આવે છે તેમજ ગામ મા જાહેર જગ્યા જેવિ કે મંદિર, ડેરી, વાડિ જેવી જગ્યાઓ પર એકજ સ્થળ પર લાભાર્થિઓ ને કાર્ડ નિકાળિ આપવામાં આવે છે. તેમ છતા કોઇ બિમાર કે અશક્ત વ્યક્તી કે સગર્ભા મહિલા હોય તો આરોગ્ય કર્મચારીઓ તેઓના ઘરે જઇને કાર્ડ કાઢવામાં આવે છે. રાત્રિ કેમ્પની ઝુંબેશ ને લોકો દ્વારા ખુબજ સારો પ્રતિભાવ મળવા પામ્યો છે.મહેસાણા, વિસનગર, ખેરાલુ, વિજાપુર, કડિ જેવા તાલુકા માં જ્યા અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થઇ રહિ છે. તેવા સમયે આ ઝુંબેશ ખુબજ સારો પ્રતિસાદ મળવા પાત્ર થયો છે તેમજ આવા વિસ્તારો માં 100 ટકા લાભ મળી રહ્યો છે.મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન આરોગ્ય કચેરી દ્વારા 224 ગ્રામ પંચાયત 100 ટકા પીએમજેએવાય-મા કાર્ડ ધારક તેમજ ABHA (આભા) કાર્ડ ધારક બનવા પામી છે. આમ આરોગ્ય વિભાગ ના રાત્રી કેમ્પ દ્વારા લાભાર્થિઓ ને યોજનાકીય લાભ આપવાની સરાહનિય કામગીરી કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.