મહેસાણા જેલમાં આરોપીને ટ્રાન્સફર ન કરવા મામલે 15 હજારની લાંચ માંગતા તેઓ લાંચ લેતા ઝડપાઇ ગયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના વિજાપુરના વસાઈ પોલીસમાં બે આરોપી સામે ગુનો નોંધાયો હતો જે બે આરોપીને વિજાપુર સબ જેલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં એક આરોપીને એટેકનો પ્રોબ્લેમ થતા સારવાર હેઠળ રાખવામા આવ્યો હતો જ્યાં બને આરોપીને વિજાપુરથી મહેસાણા સબ જેલમાં મોકલવાના હતા એ દરમિયાન ફરિયાદીએ જેલર અને નાયાબ મામલતદારને જાણ કરતા તેઓએ મહેસાણા જેલમાં આરોપીને ટ્રાન્સફર ન કરવા મામલે 15 હજારની લાંચ માંગતા તેઓ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

મહેસાણાના એક પંથકના ફરિયાદીનો જમાઈ અને કૌટુંબિક ભત્રીજો વસાઈ પોલીસ મથકમાં તેઓ સામે કોઈ બાબતે ગુનો નોંધાયો હતો જે કેસમાં બંને આરોપી વિજાપુર સબ જેલમાં હતા એ દરમિયાન ફરિયાદીના જમાઈને હાર્ટની તકલીફ ઊભી થતા તેણે વડનગર સિવિલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો. તેમજ બંને આરોપીને વિજાપુર સબ જેલમાંથી મહેસાણા સબ જેલમાં ટ્રાન્સફર કરવાના હતા જેથી ફરિયાદીએ ફોજદારી ક્લાર્ક અને નાયબ મામલતદારને સંપર્ક કર્યો હતો જ્યાં આ બંને લાલચુ કર્મીઓએ 15 હજારની લાંચ માગી હતી.

વિજાપુર મામલતદાર કચેરીના ફોજદારી ક્લાર્ક ભાવિન પરમાર અને વિજાપુર મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદાર જૈમીન કુમાર મિસ્ત્રીએ ભેગા મળી આ બે આરોપીને વિજાપુર થી મહેસાણા સબ જેલમાં ટ્રાન્સફર ના કરવાના 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી જોકે ફરિયાદી આ લાંચ આપવા માંગતા નહોતા અને તેઓએ આ મામલે એસીબીને જાણ કરી હતી.

સમગ્ર કેસમાં ACB એ સમગ્ર કેસમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી 15 હજાર રૂપિયા લઈ વિજાપુર મામલતદાર કચેરીના મુખ્ય ગેટની પાસે પહોંચ્યો હતો જ્યાં ફોજદારી ક્લાર્ક ભાવિન મનહર પરમાર ના કહેવાથી લાચના રૂપિયા મામલતદાર કચેરીનો આઉટ સોર્સનો પટાવાળો કલ્પેશ અમૃત ભાઈ મકવાણા ફરિયાદી પાસે લેવા ગયો હતો અને એ દરમિયાન તે ACBના છટકામાં રંગેહાથ લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયો હતો. સાથે જૈમીન મિસ્ત્રી અને ભાવિન પરમાર પર લાંચ લેતા ACBના હાથે ઝડપાઇ ગયા હતા. સમગ્ર કેસમાં ગાંધીનગર એ.સી.બીના ઇન્ચાર્જ ફિલ્ડ પી.આઈ ટી.એમ પટેલ સમગ્ર ટ્રેપ કરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.