ઊંઝામાં જીએસટી વિભાગના દરોડા : વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ફફડાટ

મહેસાણા
મહેસાણા

રખેવાળ ન્યુઝ-ઊંઝા : એશિયાભરમાં વેપાર ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ઊંઝા માર્કેટયાર્ડમાં અને શહેરમાં આવેલ કેટલાક ટ્રાન્સપોર્ટરોને ત્યાં ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્ષ વિભાગની રાજ્યની જૂદી જુદી ટીમોએ સંયુક્ત રીતે વ્યાયક દરોડાઓ પાડતાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે ફફડાટ સાથે ખળભળાટ મચી ગયો છે. વેપારી મથક ઊંઝામાં નિમંત્રિત જણસીઓના વેપારમાં જી.એસ.ટી.ની મોટાપાયે કરચોરી થતી હોવાની માહિતીના આધારે રાજ્યના જી.એસ.ટી. વિભાગની રાજ્યના શહેરોમાં આવેલ કેટલીક વેપારી પેઢીઓ તેમજ ટ્રાન્સપોર્ટ કંપનીઓના સ્થળોએ દરોડાની કામગીરી શરૂ કરી હતી. આ દરોડાઓની વાત વાયુવેગે ફેલાઈ જતાં બજારમાં સોવો પડી ગયો હતો. કહે છે કે લગભગ ૪૦ ઉપરાંતની વેપારી પેઢીઓ અને ટ્રાન્સપોર્ટરો ને ત્યાં કથિત કરચોરી સંદર્ભે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જે તપાસની કાર્યવાહી આજ મોડી સાંજ સુધી ચાલુ રહી છે. અને હજી આગળ વધુ તપાસ ચાલશે તેમ જણાય છે. કહે છે કે આ દરોડાની કાર્યવાહી દરમિયાન કેટલાક મોટા ગજાના વેપારીઓ જેઓ રાજકારણીઓ સાથે ધરાબો ધરાવે છે તેઓ ઝપટમાં આવી ગયા છે. આવા વેપારીઓને ત્યાંથી શંકાસ્પ બે નામી વ્યવહારો ઝડપાવાની શક્યતા છે. આ ઉપરાંત કથિત બોગસ બિલોના આધારે માલોની હેર ફેર ચંડ કેટલાક ટ્રાન્સપોર્ટરો પણ સકંજામાં આવે તેવી શક્યતા જાેવાય છે. દરોડાની કાર્યવાહીમાં શંકાસ્પદ દસ્તાવેજાે, ઈલેક્ટ્રીક ઉપકરણો, સાહિત્ય કબજે કરવા તથા બેંક એકાઉન્ટ પણ સીલ કરવાની દિશામાં તપાસનો દોર આગળ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે.
કહે છે કે, વિવિધ માલોની થતી આંતર રાજ્ય હેરફેરમાં કથિત બોગસ બિલો ઈશ્યુ થતા હોવાનું પણ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓના ધ્યાન પર આવ્યું હોવાનું ચર્ચાય છે. આમ મોટાપાયે કથિત ગેરરીતિઓ થકી કરચોરી કરવામાં આવી રહી હોવાનું બહાર આવવા સંભવ છે. જેઓની સામે ગેરરીતિઓ જણાશે તેઓના વિરૂધ્ધમાં કાર્યવાહી કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.