ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમે 11 લાખનો વિદેશી દારૂ સાથે બે આરોપીની અટકાયત
રાજસ્થાન થી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિજાપુરની ગોવિંદપુરા ચોકડી પાસેથી વોચ ગોઠવી ઝડપી પાડ્યો.તપાસ દરમિયાન SMC ની ટીમે મોંઘીદાટ ગાડી,વિદેશી દારૂ મળી કુલ 11 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો.સમગ્ર કેસમાં ટીમે બે આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ હિંમતનગર વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતી એ દરમિયાન બાતમી મળી કે એક ટાટા હેરિયર ગાડી રાજસ્થાન થી વિદેશી દારૂ ભરી ઇડર થઈ વિજાપુર થઈ અમદાવાદ જવાની છે. બાતમી આધારે પોલીસે બે ટિમો બનાવી ગાડી ઝડપવા પ્લાન બનાવવ્યો હતો.જેમાં એક ટિમ વિજાપુર અને બીજી ટિમ ગોવિંદ પુરા ચોકડી રાખવામાં આવી હતી.GJ27EB2448 નંબર ની ગાડી આવતા ગોવિંદપુર ચોકડી પોલીસે ટ્રાફિક જામ કરાવી ગાડી ઉભી રહેતા ગાડી માંથી એક આરોપી ભાગતા પોલીસે દોડી ને ઝડપી લીધો હતો.તેમજ ગાડીમાં બેસેલ ડ્રાઇવર પણ ઝડપાઇ ગયો હતો.
પોલીસે માહિપાલ પાંચારામ બિશનોઈ,અને હેલ્પર મહેન્દ્ર સુરેશજી પ્રજાપતિ ને ઝડપી ગાડી તપાસ કરતા 3.83 લાખનીનો કિંમતનો વિદેશી દારૂ,એક મોબાઇલ અને ગાડી મળી કુલ 11,03,004 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેમજ ગાડીમાં લાગેલ નંબર પ્લેટ પણ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.
સમગ્ર કેસમાં પૂછપરછ દરમિયાન ઝડપાયેલા ઈસમોએ જણાવ્યું કે રાજસ્થાન ના બિકાનેર ખાતે રહેતા ભાનું પ્રતાપ જાટે દારૂ ભરાવી આપ્યો હતો અને દારૂની લાઇન ચલાવનાર મુખ્ય આરોપી મનુજ તથા દારૂનો જથ્થો સપ્લાય કરનાર સકાજી ડાંગી,થતા અમદાવાદ ખાતે રહેતા કારા ભાઈ એ દારૂ મંગાવ્યો હતો અને અમદાવાદના રીગ રોડ પર દારૂ આપવાનો હોવાની માહિતી પૂછપરછ માં સામે આવી હતી.સમગ્ર કેસમાં SMC ટીમે બિશનોઈ માહિપાલ,પ્રજાપતિ મહેન્દ્ર સુરેશજી,શંકાજી ડાંગી,ભાનું પ્રતાપ જાટ,કારા ભાઈ સામે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ આદરી છે.