વિસનગરના ઉદલપુર કમાણા રોડ પર ટ્રકની ટક્કરથી ગમખ્વાર અક્સ્માત

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ઉદલપુર કમાણા રોડ પર નાનપણથી મામાના ઘરે રહેતો યુવક વેગેનાર ગાડી લઈ વિસનગર તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે વેગેનાર ગાડીને ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે યુવકના મૃતદેહનુ વિસનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


મહેસાણા તાલુકાના ખેરવા ગામમાં મામાના ઘરે રહેતા રાવળ વિશાલભાઈ પ્રવિણભાઈ વેગેનાર ગાડી નંબર GJ.02.R.6379 લઈ વિસનગરથી ઉદલપુર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ઉદલપુર કમાણા રોડ પર પૂરઝડપે આવી રહેલી ટ્રક નંબર GJ.01.B.Y.6786ના ચાલકે ટક્કર મારતા વિશાલને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ પરિવારજનોને થતા શોકની લાગણી ફેલાઇ હતી. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે મૃતદેહનુ વિસનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં વિશાલનુ મોત થતા પરિવારજનમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.