વિસનગરમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં બહુચરનગર રોડ પર આવેલા જાડેશ્વર તળાવની પાસે નેળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે. તેવી બાતમી શહેર પોલીસને મળતા પોલીસે ઘટનાસ્થળે જઈ રેડ કરતા જુગાર રમતા 7 ઇસમોને ઝડપી લીધા હતા. જ્યારે બે ઈસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 29,450 રોકડ, 6 મોબાઈલ, એક સ્વિફ્ટ ગાડી તેમજ એક મોટર સાઈકલ મળી કુલ 5,68,450નો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા તેમજ ફરાર ઈસમો વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એસ.નિનામા, પી.એસ.આઇ એન.એન.ગોહેલ સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કડા દરવાજા પાસે આવતા ખાનગી બાતમી મળી હતી જાડેશ્વર તળાવની પાસે નેળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાડે છે. તે આધારે પોલીસે ઘટનાસ્થળે રેડ કરતા પોલીસને જોઈ ઈસમો નાસવા જતા 7 ઇસમોને પોલીસે કોર્ડન કરી લીધા હતા. જ્યારે બે ઈસમો ફરાર થઈ ગયા હતા.9 વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.