વિસનગમાં ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરના દીપડા દરવાજા વણકરવાસમાં રહેતા યુવકએ બાજુમાં જઈ મસ્તી કરો તેવું કહેતા ઉશ્કેરાઈ ગયેલા ત્રણ શખ્સોએ ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ત્રણ શખ્સો વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.દીપડા દરવાજા વણકર વાસમાં રહેતા કમલેશકુમાર પ્રહલાદભાઈ ગતરોજ મહોલ્લામાં આવેલી સમિતિમાં ઘઉં ચોખા મળે છે કે નહિ તેની તપાસ કરવા માટે ગયા હતા. તે દરમિયાન પરમાર રાજુભાઈ ભરતભાઈ અને પરમાર સાવનકુમાર રમેશભાઈ સમિતિ આગળ એકબીજાને ધક્કા મૂકી કરતા રાજુભાઈ કમલેશને અથડાયા હતા.જેથી કમલેશભાઈએ તમે બંન્ને જણા બાજુમાં જઈ મસ્તી કરો કહેતા ઉશ્કેરાઈ ગયેલા રાજુભાઈએ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જ્યાં સમિતિમાં નોકરી કરતા ટેટી અને સાવનકુમાર પરમારે પણ ગડદાપાટુનો માર મારી ત્રણેય મળી જાનથી મારી નાખવાની ધમકી આપતા કમલેશ પરમારે ત્રણેય વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.