વિસનગરની જી.ડી. હાઈસ્કૂલ ખાતે કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અંગે બેઠક યોજાઇ

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં નગરપાલિકા સંચાલિત જી.ડી.હાઈસ્કૂલમાં કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અંગે સમજ આપવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષા સમિતિના સંયોજકએ શાળાના આચાર્ય સહિત પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો સાથે બેઠક કરી જાતીય સતામણી અંગે સમજ આપી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલના સમયથી અમલમાં આવેલ નવીન સરકારી યોજનાઓની માહિતી પુસ્તિકા શિક્ષકોને ભેટ આપવામાં આવી હતી.

અત્યારના સમયે વિવિધ જગ્યાએ મહિલાઓની જાતીય સતામણી અંગેના કિસ્સાઓ બનતા હોય છે. જેમાં આ જાતીય સતામણીની સમજ નાની વિદ્યાર્થીઓને મળી રહે તે માટે જી.ડી.હાઇસ્કુલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી બાબતના અધિનિયમ 2005ની સમજ આપવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલીકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ બારોટ તેમજ આચાર્યની ઉપસ્થિતિમાં પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના શિક્ષકો સાથે જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના સંયોજક વર્ષાબેન પટેલ દ્વારા બેઠક કરી તમામ શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવી હતું.શિક્ષકોને માર્ગદર્શન આપી તમામ વિદ્યાર્થીઓને જાતીય સતામણી સામે કેવી રીતે તૈયાર રહેવું તેનું માર્ગદર્શન આપવા માટે સૂચન કર્યું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલના સમયથી અમલમાં આવેલ નવીન સરકારી યોજનાઓની માહિતી પુસ્તિકા શાળાના તમામ શિક્ષકોને ભેટ આપવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના શિક્ષકો પણ જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.