મહેસાણા સિવિલમાંથી ફરાર,દુષ્કર્મનો આરોપી ઝડપાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણાની સિવીલ હોસ્પિટલમાંથી ગતરોજ ફરાર થયેલ દુષ્કર્મના આરોપીને એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. ગઇકાલે મહેસાણા એલસીબીની ટીમે ચોક્કસ બાતમી આધારે ફરાર આરોપીને શહેરમાંથી જ ઝડપી લીધો હોવાનું બહાર આવ્યુ છે. આ આરોપીને સારવાર અર્થે સિવીલમાં લવાયા બાદ પોલીસને ચકમો આપી તે ફરાર થઇ ગયો હતો. જે બાદમાં ફરજમાં નિષ્ફળ ૨ પોલીસકર્મીઓ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે ફરાર આરોપીને ઝડપી લેવા સૂચના કરી હતી. જે બાદમાં મહેસાણા એલસીબી પીઆઈ બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાય.કે.ઝાલા, ગુલાબસિંહ, દિનેશભાઇ, પીયુષકુમાર, રમેશભાઇ, વિષ્ણુભાઇ, અને ઉસ્માનખાન સહિતના આરોપીને શોધવા પેટ્રોલિંગમાં હતા. આ તરફ દિનેશભાઇ અને ગુલાબસિંહને ફરાર આરોપી વિશે સંયુક્ત બાતમી મળી હતી.

આ દરમ્યાન ચોક્કસ બાતમી હોઇ એલસીબી પોલીસની ટીમે તાત્કાલિક બાતમીવાળી જગ્યાએથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સીઆરપીસીની કલમ ૪૧ (૧)આઇ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી કરવા મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશને સોંપ્યો હતો. મહેસાણા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર આરોપીને ઝડપી લઇ પ્રસંશનિય કામગીરી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.