કડીના બોરીસણાથી ફૂલેત્રા રોડ ભંગાર, ચારને બદલે નવ કિમી ફરીને જવું પડે છે

મહેસાણા
મહેસાણા

કડીના બોરીસણાથી ફૂલેત્રા ગામે જવાના ચાર કિ.મી. સિંગલ પટ્ટી રોડ વરસાદને કારણે બિસ્માર બની જતા ગામલોકોને વાહન હંકારવું પણ ભારે પડી ગયું છે. રોડની અવદશાને કારણે ગામ લોકોને વધુ પાંચ કિ.મી ફરીને જવાની ફરજ પડતા ગામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામલોકોના સમય અને ઈંધણ બંનેનો વ્યય થાય છે. કડી થોળ રોડ સ્થિત તાલુકાના બોરીસણા ગામથી ફૂલેત્રા ગામે જવાનો 3.75 મીટર સિંગલ પટ્ટી ચાર કિ.મી. ડામર રોડ બનેલો છે.હાલમાં ચોમાસું સિઝન દરમિયાન સતત વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ રહેતા ડામર ઉખડી જતા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. રોડની બદ્તર હાલતને કારણે ગામલોકોને વાહન લઈને તેમજ ચાલીને જવું પણ ભારે મુશ્કેલ પડી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.