મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેનના જામીન નામંજૂર

મહેસાણા
મહેસાણા

રખેવાળ ન્યુઝ મહેસાણા : દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલાં પૂર્વ વાઇસ ચેરમેનની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. ડેરીમાં કથિત બોનસ કાંડની તપાસ વચ્ચે મોંઘજી ચૌધરીની અગાઉ ટ્રાન્સફર વોરંટના આધારે સીઆઇડી ક્રાઇમની ટીમે ધરપકડ કરી હતી. આ તરફ હવે તેમણે મુકેલી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કેસની તપાસ ચાલુ હોવાથી જામીન ન આપી શકાય તેવી દલીલોને લઇ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. આ તરફ પૂર્વ વાઇસ ચેરમેનના જામીન નામંજૂર થતાં તેમના સમર્થકોમાં દોડધામ મચી ગઇ છે. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ જામતો જાય છે. આ તરફ હવે પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીની મુશ્કેલીઓ વધી છે. ગત દિવસોએ સીઆઇડી ક્રાઇમે તેમની કથિત બોનસ પગાર કાંડ મામલે ધરપકડ કર્યા બાદ તેમણે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. આ તરફ કેસની તપાસ ચાલુ હોવાથી જામીન ન આપી શકાય સહિતની દલીલોને લઇ કોર્ટે રેગ્યુલર જામીન નામંજૂર કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.