વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ખેલૈયાઓ સાથે વિદેશીઓ પણ ગરબે ઘૂમ્યા

મહેસાણા
મહેસાણા

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 17 અને 18 ઓક્ટોબરના રોજ જગત જનની માઁ અંબેની શક્તિ ઉપાસના અને આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવ “થનગનાટ-2023”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાસ-ગરબા મહોત્સવના પ્રથમ દિવસે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના 10000થી વધુ વિદ્યાર્થી ખેલૈયાઓ, યુનિવર્સિટી પરિવાર તથા આમંત્રિત મહેમાનોએ પરંપરાગત વેશભૂષામાં ઢોલના તાલે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.જેમાં અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓએ રંગબેરંગી ચણીયા ચોળી અને કેડિયા પહેરી ગરબાની મોજ કરી હતી. જે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના થનગનાટ 2023ના આકાશી ડ્રોનના અદભુત દ્ર્શ્યો જોવા મળ્યા હતા. જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ ગરબા કરતા નજરે પડ્યા હતા.


દર વર્ષે ઉજવાતા યુનિવર્સિટીના રાસ-ગરબા મહોત્સવ “થનગનાટ”નું સમગ્ર મહેસાણા જિલ્લામાં વિશેષ આકર્ષણ હોય છે. મહોત્સવના પ્રથમ દિવસે પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા ઋત્વી પંડ્યા અને તેમની સમગ્ર ટીમે પોતાના મધુર કોકિલ કંઠી સ્વરથી ઉપસ્થિત સર્વેને ગરબાના તાલે ઝૂમતા કરી દીધા હતા.વધુમાં યુવાધનમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ગ્રામ્ય સંસ્કૃતિને દર્શાવતો સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો. જે સર્વે માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. જેમાં લોકોએ પોતાની સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતાં. જેમાં ખેલૈયાઓ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ, વેસ્ટર્ન ડ્રેસ, દેશી ગામડાનો પહેરવેશ પહેરી અવનવા લુકથી આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસથી ભરપુર રાસ-ગરબા મહોત્સવમાં પ્રથમ દિવસે મહેસાણા જિલ્લા સાંસદ સભ્ય શારદાબેન પટેલ સહિત સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.