જિલ્લાની 130 હેક્ટરમાંથી 1200 ટન ગલગોટાનું ઉત્પાદન ખેડૂતોને ગત વર્ષ કરતાં ચાલુ સિઝનમાં બમણો ભાવ મળ્યો

મહેસાણા
મહેસાણા

શિયાળુ સિઝનમાં મહેસાણા જિલ્લાની 130 હેક્ટર જમીનમાં ગલગોટાનું વાવેતર થયું હતું. 1200 ટનના ઉત્પાદન સામે ખેડૂતોને ગત વર્ષ કરતાં ચાલુ સિઝનમાં બમણો ભાવ મળ્યો છે. કારણ કે લગ્નની સિઝન સાથે શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇ ફૂલોની માંગ વધી હતી.

જિલ્લામાં ગત વર્ષે શિયાળુ સિઝનમાં: 120 હેક્ટરમાં ગલગોટાનું વાવેતર થયું હતું. જેમાં 1140 ટન ઉત્પાદન મળ્યું હતું. જોકે, ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.40થી 60નો ભાવ મળ્યો હતો. ચાલુ સાલે લગ્નની સિઝન સાથે અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઊજવણી ખેડૂતોને ફળી છે.

ચાલુ સાલે 130 હેક્ટરમાં થયેલા ગલગોટાના: વાવેતરમાંથી 1200 ટન જેટલું ઉત્પાદન મળ્યું હતું. ફૂલોની માંગ વધતાં ખેડૂતોને ચાલુ સિઝનમાં પ્રતિ કિલોએ રૂ.80થી લઇ રૂ.120નો ભાવ મળ્યો છે. એટલે કે, ફૂલોની ખેતી કરતાં ખેડૂતોને ગત વર્ષ કરતાં બમણો ભાવ મળ્યો છે. શિયાળુ સિઝનમાં જિલ્લાની 130 હેક્ટરમાંથી 1200 ટન ગલગોટાનું ઉત્પાદન થયું છે. પ્રતિ કિલોએ સરેરાશ રૂ.100ના ભાવ પ્રમાણે લગભગ રૂ.12 કરોડના ફૂલનું વેચાણ થયું છે. વિજાપુર તાલુકામાં સૌથી વધુ 25 હેક્ટરમાંથી 225 ટન ગલગોટાનું ઉત્પાદન મળ્યું છે. એકલા વિજાપુર તાલુકામાંથી રૂ.સવા બે કરોડના ગલગોટાનું વેચાણ થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.