વિસનગરમાં ધુમ્મસના કારણે હાઇવે રોડ પર વિઝીબીલીટી ઘટી વાહનોચાલકોને મુશ્કેલી
છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. જેના કારણે વહેલી સવારે ધુમ્મસના કારણે હાઇવે રોડ પર વિઝીબીલીટી ઘટી જવાના કારણે હાઇવે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસના કારણે વાહન ચાલકોને દૂર દુર સુધી કંઈ જોવા મળતુ ન હતું. જેથી વાહનચાલકોને હેડ લાઈટના સહારે ધીમીગતિએ મંજિલ કાપવી પડી હતી.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ ઠંડીની અસર જોવા મળી હતી. જેમાં ઠંડી અને ધુમ્મસના કારણે વહેલી સવારે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં વહેલી સવારે ધુમ્મસ છવાતા હાઇવે રોડ પર દૂર સુધી જોઈ શકાતું ન હતું. જેમાં વિસનગર-મહેસાણા હાઈવે રોડ પર પણ ધુમ્મસના કારણે વિઝીબીલીટી ધટી જવાને કારણે વહેલી સવારે વાહનચાલકો હેડ લાઈટના સહારે આગળ વધ્યા હતા. જેમાં ધુમ્મસના કારણે ઠંડીમાં પણ વધારો થયો હતો અને લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. લોકોએ ગરમ કપડાનો સહારો લીધો હતો.