ઊંઝાના વિશોળ ગામમાં ઘર ઉપર રાખેલા ઘાસચારામાં આગ લાગી : 1500 જેટલાં જુવારના પૂળા બળી ગયા

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના વિશોળ ગામમાં ઘર ઉપર ઘાસચારો રાખેલો હતો. જે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી જેના લીધે ઘાસચારો સળગી ગયો હતો. ભારે જેહમત બાદ ગામ લોકોએ ભેગા થઇ આગ બૂઝાવી હતી. વિશોળ ગામના રહેવાસી ઠાકોર અમરતજીના ઘર ઉપર આશરે 1500 જેટલાં જુવારના પૂળા રાખ્યા હતા. જે અચાનક શોર્ટ સર્કિટ થવાથી જુવારના પૂળામાં આગ લાગી ગઈ હતી.

આજુબાજુ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટ જોવા મળ્યા હતા. ત્યાંના સ્થાનિક લોકો ભેગા થઇ જતા આગ બુઝાવી હતી. જોકે ઘાસચારો બળી જવાથી ભારે નુકસાન થયુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.