ઊંઝા માર્કેટ યાર્ડની ચુંટણીને લઈ પ્રથમ મતદાર યાદી જાહેર : ૧૮ મંડળીઓને મંજૂરીની મહોર
કથિત થેલા મંડળીઓ રદ્દ : ૧૧૬૨ મતદારો નોંધાયા
એશિયાની સૌથી મોટી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી જાહેર થતા વિવિઘ ચુંટણી પક્રિયા શરુ થઇ છે. જેને લઈ આજે પ્રથમ મતદાર યાદી જાહેર થતાં ૧૮ ખેડૂત વિભાગની મંડળીઓ મંજૂર થઈ છે. જ્યારે પ્રથમ મતદાર યાદીમાં કુલ ૮૧૭ જેટલાં વેપારી મતદારો નોંધાયા છે. મતદાર યાદી જાહેર થતાં ઊંઝા એપીએમસી ખાતે નોટિસ બોર્ડ પર લગાવતા વેપારીઓ સહિત જોવા ઉમટ્યા હતા.
ઊંઝા એપીએમસીની ચૂંટણીની પ્રથમ મતદાર યાદી જાહેર થઈ જેમાં ખેડૂત વિભાગની ૧૮ મંડળીઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની કથિત થેલા મંડળીઓ રદ્દ કરવામા આવી છે. ખરીદ સહકારી વેચાણ સંઘની ૨ મંડળીઓ મંજૂર કરાઈ છે. એકંદરે ખેડૂત વિભાગના ૩૦૩ મતદારો અને ખરીદ વેચાણ સંઘની મંડળીનાં ૪૨ મતદારો અને વેપારી મતદારો ૮૧૭ મળી કુલ ૧૧૬૨ મતદારો નોંધાયા છે. ઉમેદવારોની યાદીની આખરી પ્રસિદ્ધ તા.૯ ડિસેમ્બર ૨૦૨૪ છે. તેમજ મતદાન તા.૧૬ ડિસેમ્બર ૨૦૨૪ અને મતગણતરી ૧૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ યોજાશે. પ્રથમ યાદીમાંથી કથિત થેલા મંડળીઓ રદ્દ કરાતા ગામડાના ખેડૂતો અને ઉઝાના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
Tags election First voter Unjha