ઊંઝાના દાસજ ગામમાં આવેલી કેનેરા બેન્કમાં આગ : ચીજવસ્તુ બળીને ખાખ

મહેસાણા
મહેસાણા

ઊંઝાના દાસજ ગામમાં આવેલી કેનેરા બેંકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી કેનેરા બેન્કમાં તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઈ હતી. ઊંઝાફા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટ નીકળતા આજુબાજુના લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટ્યા હતા. કેનેરા બેન્કમાં તમામ ફર્નિચર તેમજ કોમ્પ્યુટર જેવી અનેક ચીજવસ્તુઓ બળી ગઈ હતી. આ બાબતે ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. તેમજ કેનેરા મુખ્ય બ્રાન્ચમાં પણ જાણ કરાઈ હતી. જેને લઈને તમામ સ્ટાફ દાસજ કેનેરા બેન્ક ખાતે દોડી આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.