![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-383.jpg)
મહેસાણાના લાખવડમાં કચરો નાખવા મામલે બે પરિવાર વચ્ચે મારામારી
મહેસાણા તાલુકાના લાખવડ ગામમાં રહેતા દેવીપૂજક કોદાર ભાઈની પુત્રવધુ અને પડોસમાં રહેતા શંકરભાઈના પરિવાર વચ્ચે કચરો નાખવા મામલે બોલાચાલી થઈ હતી. જે મામલે ફરિયાદી કોદાર ભાઈ વચ્ચે પડતા પડોશમાં રહેતા શંકરભાઈ ઉશ્કેરઇ જઇ ફરિયાદી પર ધોકા વડે તૂટી પડ્યા હતા. માથામાં ધોકો મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે લોકો એકઠા થઈ જતા ઇજા પામેલા ફરિયાદીને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા. તેમજ હુમલો કરનાર શંકરભાઈ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.