કડીના કસ્બા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી રોગચાળાની ભીતિ

મહેસાણા
મહેસાણા

કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ દિનદાર કુઇમા છેલ્લા એક માસથી ગંદા પાણીની ગટર ઉભરાવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સ્થાનિકો દ્વારા અનેકવાર કડી નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે સરકાર સ્વચ્છતા મુદ્દે અનેક પગલાં ભરી રહી છે પરંતુ નગરપાલિકાનુ તંત્ર છેલ્લી પાટલીએ બેઠું હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્વચ્છતા નામે અનેક કાર્યક્રમો કડી નગરમાં જોવા મળ્યા હતા, પરંતુ કડી શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યાને લઈ અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે. તેમજ દિલદાર કુઇ વિસ્તારમાં બે ઠેકાણે ગટર ઉભરાવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.કડી નગરપાલિકા દ્વારા માત્ર સ્વચ્છતા અભિયાન કાગળ જ પર હોય તેમ જોવા મળી રહ્યું છે. અનેક સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, પરંતુ કસ્બા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દિલદાર કુઇ રાવસાવનો ઓટલો જેવા વિસ્તારમાં બે ઠેકાણે ગંદા પાણીની ગટર ઉભરાવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં બે જગ્યા ઉપર ગટર ઉભરાવાની સમસ્યાને લઇ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કઈ જ નિરાકરણ આવતું નથી. જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા લોકોની માંગણી ઉદભવી રહી છે.


કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ દીલદાર કુઈમાં રહેતા સિકંદર શેખે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે છેલ્લા એક મહિનાથી ઉભરાતી ગટરને લઈ નગરપાલિકામાં રજૂઆત કરી છે. નગરપાલિકા વાળા કોઈ જ જવાબ આપતા નથી. મારી બેબી બે દિવસથી બીમાર હતી, ઝાડા, ઉલટી થઈ ગયા છે. અમારા મહૌલ્લામાં બે ત્રણ બાળકો પણ માંદા પડેલા છે. રજૂઆત કરીએ એટલે એકવાર આવે છે અને પછી એવું ને એવું થઈ જાય છે, આ તકલીફ દૂર કરવા અમારી વિનંતી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.