ઊંઝાના માર્કેટયાર્ડમાં જીરુંના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

મહેસાણા
મહેસાણા

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. જેની સામે આજે અજમાની આવક પણ જોવા મળી હતી. હવે છૂટા છવાયા ખેડૂતો અજમો અને જીરુંના વેચાણ માટે માર્કેટ યાર્ડ માં આવે છે. યાર્ડમાં હાલ જીરુંનાં સારા ભાવ મળ્યા છે. આજરોજ જીરૂંના ભાવ 12,010 સુધી પહોંચ્યા હતા. જીરુંના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ઊંઝા ગંજબજારમાં અજમાની સીઝન અંદાજીત 2000 થી 2500 બોરીની આવક રહેવા પામી છે. આ સાલ વાવેતર ઓછું છે. તેમજ માવઠાના મારને કારણે ભાવમાં સુધારો જોવાયો છે. અજમાના ભાવ ગત વર્ષે રૂપિયા 1200 થી 2800 સુધીના જોવા મળ્યા હતા. અજમાની આવક મહેસાણા જિલ્લામાંથી આવી રહી છે.સાથે સાથે આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંના ભાવ 9900 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ રૂપિયા 12,010 પ્રતિ મણ બોલાયા હતા.ઊંઝા માર્કેટ યાર્ડમાં ઈસબગુલનો નીચો ભાવ રૂપિયા 3920 થી 5100 રૂપિયા પ્રતિ મણ સુધીનો નોધાયો હતો. સાથે સાથે રાયડા અને સવાની પણ આવક ઉંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળી હતી.જેમાં રાયડાનો ભાવ આજે 960 થી 1092 પ્રતિ મણ નોધાયો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.