વડનગરમાં બે શખ્સો લોકોના આધારકાર્ડ પર પોતાના ફોટો લગાવી ડમી આધારકાર્ડનું કૌભાંડ

મહેસાણા
મહેસાણા

મહેસાણાના વડનગર ખાતે બે યુવકો ડમી આધાર કાર્ડ બનાવતા મહેસાણા એસઓજી ના હાથે ઝડપાઇ ગયા હતા.એસઓજી ટીમએ ખાનગી બાતમી આધારે દરોડા પાડી સીપોર અને ટેચાવા ગામના બે યુવકોને ઝડપી લીધા છે.તપાસ દરમિયાન બે આરોપીઓએ અલગ અલગ લોકોના કુલ પચાસ એક આધાર કાર્ડ મેળવી તેમાં એપ્લિકેશન મારફતે પોતાના ફોટા અપલોડ કરી ક્ષેરોક્ષ કરાવ્યા બાદ ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવી સીમકાર્ડ ખરીદી કરતા અને તે સીમ કાર્ડ અન્ય લોકોને ઊંચી કિંમતે વેચી મારતા હતા.આ સમગ્ર કૌભાંડ મામલે હાલમાં મહેસાણા એસઓજી ટીમે બે આરોપીને ઝડપી વડનગર પોલીસમાં ગુનો નોંધાવી વધુ તપાસ આદરી છે.વડનગર પંથકમા ચાલમાં ચાલતા ડબ્બા ટ્રેડિગ કેસમાં પણ ગ્રાહકોને છેતરવા માટે ડમી સીમકાર્ડ નો ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવ્યા બાદ પોલીસ તપાસમાં હતી.એ દરમિયાન મહેસાણા એસઓજી ટીમના પો.કો સંજય કુમાર ડાહ્યાભાઈ,અ.હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ,દિલીપભાઈ થતા અબ્દુગ ગફાર સહિતની ટીમને બાતમી મળી હતી કે વડનગર ના નવા બસ સ્ટોપ પાસે બે યુવકો ડમી આધાર કાર્ડ બનાવી રહ્યા છે.બાતમી આધારે એસઓજી ટીમે વડનગર જઈને બે ઇસમોને ઝડપી લીધા હતા.મહેસાણા એસઓજી ટીમની રેડ દરમિયાન ટેચાવા ગામનો ઠાકોર યુવરાજ વિનુજી થતા સીપોર ગામનો ઠાકોર મૌલિકસિંહ દિલીપ સિંહ ને રંગે હાથ ઝડપી લીધા હતા.ઝડપાયેલા ઇસમોની તપાસ કરતા એસઓજી ટીમને તેઓ પાસેથી કેટલાક આધાર કાર્ડ મળી આવ્યા હતા.આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે અન્ય લોકોના આધાર કાર્ડ મેળવી તેમાં એડીટીંગ કરી અન્ય લોકોના આધાર કાર્ડ પર પોતાના ફોટો લગાવી ડમી આધાર કાર્ડ ઉભા કરતા હતા.એસઓજી એ ઝડપેલા ઠાકોર યુવરાજજી થતા ઠાકોર મૌલિકસિંહ બે ભેગા મળી લોકો પાસેથી આધાર કાર્ડ મેળવી લેતા ત્યારબાદ Print Portal એપ મારફતે તેમાં ઓરીજીનલ આધાર નો નમ્બર નાખી ત્યારબાદ ફોટો એડિટના ઓપશનમાં પોતાના ફોટો અપલોડ કરી ફોનનો સ્ક્રીન શોટ લઇ તેની ક્ષેરોક્ષ કરાવતા ત્યારબાદ એ ડમી આધાર કાર્ડ પર સીમકાર્ડ ખરીદી કરતા.અને તે સિમ કાર્ડ અન્ય લોકોને ખરીદી કરેલ કરતા ઉનચીક કિંમતે વેચી મારતા હોવાનું સામે આવ્યું છે.સમગ્ર કેસમાં મળતી માહિતી પ્રમાણે આરોપી મૌલિક અને યુવરાજ બે ભેગા મળી છેલ્લા ચાર માસથી આ કામગીરી કરતા અને અત્યાર સુધીમાં લોકોના આધાર કાર્ડ મેળવી તે આધાર નમ્બર એપમાં નાખી તેમાં ફોટો ના ઓપસન માં પોતાન ફોટો લગાવી ડમી આધાર કાર્ડ ઉભા કરતા.ત્યારબાદ અલગ અલગ કંપનીના સીમ કાર્ડ પૈસાથી ખરીદી કરતા અને જેટલી કિંમતમાં સિમ ખરીદી કર્યું હોય તેનાથી ઉંચો ભાવ રાખી અન્ય ને વેચી મારતા તેમજ એક સીમ કાર્ડ પર 200 રૂપિયા કમિશન મારી લેતા.જોકે જે આધાર કાર્ડ નો ઉપયોગ થઈ જાય તો તે આધાર ને બાળી ને તેનો નાશ કરી દેતા અત્યાર સુધીમાં 50 સીમ ખરીદી કરી વેચી માર્યા હોવાનું સામે આવ્યું હતું.પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વિજાપુર તાલુકાના ટેચાવા ગામનો યુવરાજજી વિનુજી ઉંમર 18 અને ઠાકોર મૌલિકસિંહ દિલીપસિંહ ગામ સીપોર ઉંમર 22 વર્ષ જેમાં મૌલિક ઠાકોર કોલેજ કરતો અને યુવરાજ આ આઈ.ટી.આઈ કરતો આ બને યુવકો એક વર્ષ અગાઉ અપડાઉન કરતા વડનગર ડેપો મળતા ત્યારબાદ બને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.અને ત્યારબાદ આ ડમી આધાર બનાવી સિમ ખરીદી કરી ઊંચી કિંમતે સિમ વેચવા પ્લાન ઘડયો હતો હાલમાં પોલીસે બેને ઝડપી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.