મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં પાર્ક કરેલી ઇકો માત્ર 4 મિનિટમાં ચોરી તસ્કરો રફુચક્કર

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં અવારનવાર વાહન ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે વધુ એક વાહન ચોરી ની ઘટના મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.જેમાં ચોરી કરનાર તસ્કરો અન્ય એક દુકાનમાં લાગેલા cctv કેમેરામાં કેદ થઈ જતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

મહેસાણા શહેરમાં માલગોડાઉન રોડ પર આવેલ સિંગાપુર હબમાં કાચનો વેપાર કરતા વેપારીની ઇકો ગાડી ચોરાયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.જેમાં વેપારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તેઓ 10 ઓક્ટોબરના સવારે પોતાના ઘરેથી GJ02CL7412 નંબરની ઇકો ગાડી લઇ દુકાને આવ્યા હતા.અને સાંજે ગાડી લઇ પોતાના ઘરે ગયા હતા.જોકે ઘરે ગાડી મુકવની જગ્યા ન હોવાથી વેપારીએ ગાડી માલગોડાઉનમાં આવેલ સિંગાપુર હબમાં આવેલી પોતાની દુકાન સામે પાર્ક કરી ઘરે ગયા હતા.જોકે વહેલી સવારે દુકાને ગાડી લેવા આવ્યા એ દરમિયાન ગાડી નજરે ન પડતા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી પરંતુ ગાડી ક્યાંક મળી નહોતી

ઇકો ગાડીની ચોરી કરનાર તસ્કરો રાત્રે 2.25 મિનિટે મધરાતે ચોરી કરવા આવ્યા હતા અને માત્ર 4 જ મિનિટમાં ગાડીની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા જોકે આ ઘટના દુકાનની આગળ આવેલ અન્ય એક દુકાન ના cctv કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે મામલે હાલ માં મહેસાણા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.