વડનગર પંથકમાંથી ડુપ્લીકેટ બીડી અને તંમાકુના ડબ્બા બનાવા શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો

મહેસાણા
મહેસાણા

સમગ્ર ગુજરાતમાં હાલમાં નકલી ચીજવસ્તુઓ ઝડપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.ત્યારે હવે મહેસાણા જિલ્લામાં નકલી બીડી બનાવતા ઈસમો ને મહેસાણા એસઓજી ટીમે ઝડપી લીધો છે.વડનગરના ચાંદપુર નજીકથી ડુપ્લીકેટ બીડી સાથે પોલીસે હાલમાં એકને ઝડપી વધુ તપાસ આદરી છે.મહેસાણા એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ નરેશ કુમાર અને આ.પો.કો સંજય કુમાર ને બાતમી મળી હતી કે, વડનગરના ચાંદપુરા ગામે મસ્જિદ પાસે રહેતો સલમાન ખાન પૂનમ ખા નકલી બીડી બનાવી રહ્યો છે.બાતમી આધારે એસઓજી ટીમે દરોડા પાડયા હતા.દરોડા દરમિયાન જસવંત પ્રહલાદ ભાઈ એન્ડ કો.દમોહ (મ.પ્ર)500 ટેલિફોન બીડી ના 50 બોક્સ કિંમત 20,000 તેમજ જશવંત છાપ ટેલિફોન બીડી ના 7 બોક્સ કિંમત 2700,બાગબાગ તમાકુ ચબાને કી તમાકુ 138 લખાણ વાળા તમાકુના 10 ડબ્બા કિંમત 3000,મીરાજ તમાકુના 10 બોક્સ કિંમત 1600,કબ્જે કરી હતી.

ઝડપાયેલા ઈસમ પાસે તમાકુ વેચાણ નું કોઈ પણ લાયસન્સ કે કે ડિસ્ટ્રીબ્યુસન ધરાવતો ન હોવાનું સામે આવ્યું હતું તેમજ પોલીસને હાલમાં તમામ નકલી તમાકુ બનાવવા નો મુદ્દામાલ જથ્થો કિંમત 27400 કબ્જે કર્યો હતો.તમેજ વડનગર પોલીસમાં ગુનો નોંધાવી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.