દૂધસાગર ડેરીએ પશુપાલકોની ફરિયાદને પગલે સાગરદાણની બોરીઓ પરત ખેંચી

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં પશુપાલકોનો સાગરદાણાને લઈને વિવાદ સામે આવ્યો છે. મહેસાણાના વડનગર તાલુકાના રાજપુર ગામની દૂધ મંડળીમાં સાગરદાણને લઈને વિવાદ વકર્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા સાગરદાણ ભુક્કા સ્વરૂપે આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.દુધસાગર ડેરી દ્વારા આપવામાં આવતા સાગરદાણા ભુક્કા સ્વરૂપે આવતા હોવાથી સાગરદાણ પશુઓ ખાતા નહીં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. રાજપુર ગામની દૂધ મંડળીના વહીવટકર્તાઓએ વિડિઓ બનાવી ડેરીને આ મામલે જાણ કરી હતી. દૂધ મંડળીની ફરિયાદ બાદ દૂધસાગર ડેરીએ સાગરદાણની બોરીઓ પરત ખેંચી હતી. રાજપૂર ગામની મંડળીમાંથી 120 બોરી સાગરદાણ પરત લઈ જવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન સહિત 15 સભ્યોને સાગરદાણ કૌભાંડના કેસમાં મહેસાણા સેસન્સ કોર્ટે સજા ફટકારી હતી. કોર્ટે 7-7 વર્ષની સજા ફટકારી હતી. ત્યારે રૂ. 22.50 કરોડનું સાગરદાણ કૌભાંડ થયું હતું.જુવાર/બાજરી/મકાઇ:10%, કપાસિયા ખોળ:30 %, તુવેર ચુની/મગ ચુની/અળદ ચુની: 20%, ઘઉંનું થુલું: 10%, ડાંગર કૂસકી(રાઇસ પોલિશ): 12%, મગફળી છોડા: 05%, ગોળની રસી(મોલાસીસ): 10%, ક્ષાર મિશ્રણ: 01%, કુલ: 100% મળીને સુમિશ્રિત સાગરદાણ તૈયાર થાય છે. આ દાણને બાફવાની જરૂરીયાત રહેતી નથી જેથી બળતણનો ખર્ચ ઘટે છે. સાગરદાણમાં ૧૮ થી ૨૦ ટકા જેટલું પ્રોટીન હોય છે.દૂધસાગર ડેરીના જગુદણ અને ઉબખલ ખાતે આ પ્રકારનું સુમિશ્રીત દાણનું ટિકડીના સ્વરૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે અને મંડળીઓ મારફત નહીં નફા – નહીં નુકસાનના ધોરણે તેનું વિતરણ કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.