કડીમાં મસ્જિદમાંથી દાન પેટી તોડી 5 હજારની ચોરી,

મહેસાણા
મહેસાણા

કડીમાં તસ્કરો ધર્મ સ્થળોને પણ છોડતા ન હોય તેવું જોવા મળી રહ્યું છે. કડીમાં આવેલ કાયદા શાળાની બાજુમાં મસ્જિદમાં ધોળા દિવસે દાન પેટી તોડી 5 હજારની ચોરી કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. કડી શહેરમાં આવેલ શાળાની બાજુમાં ગોશિયા મસ્જિદમાં એક ઈસમ જ્યારે કામ સારું ગયો હતો અને દાનપેટીમાં પૈસા નાખવા જતાં દાન પેઢી તૂટેલી હાલતમાં નજરે ચડી હતી. જે બાદ મસ્જિદના ટ્રસ્ટી લિયાક્ત ભાઈ, મહંમદ યુસુફભાઈ સૈયદને જાણ કરી હતી. મસ્જિદના ટ્રસ્ટીઓ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા અને લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગત દિવસ દરમિયાન એક ઇસમ મોઢા ઉપર રૂમાલ બાંધીને આવી પહોંચે છે અને ડિસમિસ જેવી વસ્તુ થી દાન પેટીને તોડતો હોય તેવું નજરે પડી રહ્યું છે અને એક થેલીમાં પૈસા ભરી ફરાર થઈ ગયો હતો. ટ્રસ્ટીઓ દ્વારા શુક્રવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. કડીના પાયગા સ્કૂલની બાજુમાં આવેલ મસ્જિદની લગાવેલ દાનપેટી માંથી રોકડ રકમની ચોરી કરી તસ્કર ફરાર થઈ જતા મસ્જિદના ટ્રસ્ટી મહંમદ યુસુફભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી મસ્જિદમાં આજથી આશરે 8 મહિના પહેલા પણ ચોરી થઈ હતી. જે બાદ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતા. જ્યારે ફરીથી દાન પેટી તોડી કોઈ ઈસમ ચોરી ચોરી ગયેલ છે અને ઘટના સીસીટીવીમાં જોવા મળી હતી. અમે અને અમારા ટ્રસ્ટીઓએ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી મસ્જિદમાં રહેલ દાન પેટીમાંથી અજાણ્યો ઈસમ 5 હજારની રકમ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.