વિસનગરમાં રેલવે ક્રોસિંગ ફાટક અને ગંજ બજાર ફાટકથી ડાયવર્ઝન અપાયું

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આજે મહેસાણા વિસનગર રેલવે ક્રોસિંગ નંબર 18 x સમારકામના કારણે ત્રણ દિવસ તારીખ 28/12/2023થી 30/12/2023 સુધી બંધ રહેશે. જેમાં મહેસાણા તારંગા હિલ સેક્શન પર મહેસાણા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા વિસનગર આઇ.ટી.આઇ ફાટક રેલવે ક્રોસિંગ 18 xબંધ કરવામાં આવ્યું હતું. જેથી વિસનગર-અંબાજી હાઇવે પર જતા વાહનચાલકોને એમ.એન.કોલેજ ફાટક અને ગંજ બજાર ફાટક તેમજ ભારે વાહનોને મહેસાણા ભાન્ડુ હાઇવે રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં રેલવે ફાટક બંધ થતા બસ સ્ટેશનથી સવાલા દરવાજા સુધી લાંબો ટ્રાફીક સર્જાયો હતો.વિસનગર-અંબાજી હાઇવે રોડ પર આઇ.ટી.આઇ ફાટક પર પેવર બ્લોકની કામગીરીને કારણે ત્રણ દિવસ સુધી ફાટક બંધ રાખવામાં આવશે. જેમાં તારીખ 28/12/2023 સવારે 9 વાગ્યાથી 30/12/2023 સુધી સવારે 9 વાગ્યા સુધી ફાટક બંધ રહેશે. જેમાં આઇ.ટી.આઇ ફાટક બંધ કરવામાં આવતા આઇ.ટી.આઇ ફાટક પરથી પસાર થતા વાહનોને એમ.એન.કોલેજ ફાટક અને ગંજ બજાર ફાટક થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જ્યારે ભારે વાહનોને મહેસાણા ભાન્ડુ હાઇવે રોડ પર થઈને જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી ત્રણ દિવસ સુધી આ રસ્તાની ઉપયોગ કરવા માટે રેલવે વિભાગ દ્વારા સૂચના અપાઈ છે.


આઇ.ટી.આઇ ફાટક પર પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે વિસનગર-અંબાજી હાઇવે રોડ પર આઇ.ટી.આઇ ફાટક બંધ કરવામાં આવ્યો છે. જેનું એમ.એન.કોલેજ ફાટક અને ગંજ બજાર ફાટક થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં આઇ.ટી.આઇ ફાટક બંધ થતાં શહેરમાં અનેક જગ્યાએ ભારે ટ્રાફિકના દૃશ્યો સર્જાયા છે. જેમાં ગંજબજાર ફાટક પર પણ વાહનચાલકો અટવાયા છે જ્યારે બસ સ્ટેશનથી સવાલા દરવાજા સુધી વાહનોની લાંબી લાઈનો લાગી છે. જેમાં વાહનોની લાઈનો લાગતા સવારે કામકાજ અર્થે જતા, ઓફિસે જતા, સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓ સહિત અટવાયા હતા. આમ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ અંગે વાહનચાલકોએ જણાવ્યું હતું કે, મોડી સાંજે જ જાણ કરવામાં આવતા અટવાયા છે. જેમાં બહારથી આવતા વાહનચાલકોને પસાર થવાની જાણ ન થતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક ઊંઘમાંથી જાગ્યા હોય તેમ નિર્ણય લઈ લીધો હોય ત્યારે ચારેય દિશાઓમાંથી વાહનચાલકો, પ્રજાજનો એમની હેરાનગતીનો કોઈ સીમા નથી. આવા નિર્ણય લેવામાં આવે છે જેનાથી પ્રજાને સગવડ ઓછી અને અગવડ વધારે પડે છે. કોઈ સમારકામ હતું તો અઠવાડીયા પહેલા કેમ કોઈ જાણ કરી ન હતી. જેના કારણે હજારો વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.