વિસનગરમાં કોર્ટ સંકૂલમાં આવતા અશક્ત અરજદારો માટે લિફ્ટ ન હોવાથી મુશ્કેલી

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં તાલુકા કોર્ટે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટે કાર્યરત છે. જેમાં દરરોજના કેટલાય અરજદારો તેમજ ફરિયાદીઓ કોર્ટમાં આવે છે. જેમાંથી કેટલાય અરજદારો અને ફરિયાદીઓ અશક્ત હોવાથી સીડીઓ મારફતે ઉપર ચડાવવા અને ઉતારવા પડે છે. જેને લઇ અપાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી વિસનગર બાર એસોસિએશનની રજૂઆતથી લિફ્ટ ફાળવણી પણ કરી દેવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા અશક્ત અરજદારો મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો તાત્કાલિક તંત્ર દ્વારા લિફ્ટની કામગીરી કરવામાં આવે તેવી વિસનગર બાર એસોસિએશન દ્વારા માગ કરાઈ છે.


વિસનગર શહેરમાં આવેલા તાલુકા કોર્ટે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રોજબરોજના કેટલાય અરજદારો અને ફરિયાદીઓ આવે છે. જેમાંથી કેટલાક તો અશક્ત અરજદારો અને ફરિયાદીઓ હોય છે. જે ચાલી શકે તેવી હાલતમાં પણ હોતા નથી. જેથી કોર્ટેમાં લિફ્ટ ન હોવાથી આવા અરજદારોને ઉપાડીને સીડી મારફતે કોર્ટમાં લઈ જવામાં આવે છે. જેથી અપાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ અરજદારોની સાથે સાથે આવેલા પરિવારજનો પણ હેરાન પરેશાન થઈ જાય છે.લિફ્ટની વ્યવસ્થા કરવા માટે વિસનગર બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરતા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા બે લિફ્ટની ફાળવણી કરવામાં આવી હતી. કોર્ટમાં લિફ્ટની ફાળવણી કરવા છતાં અને બે ત્રણ મહિનાનો સમય થયો હોવા છતાં પણ PWD વિભાગ દ્વારા લિફ્ટ બનાવવાની કોઈ કામગીરી કરવામાં ન આવતા અશક્ત અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તાત્કાલિક લિફ્ટ બનાવવામાં આવે તેવી વિસનગર બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.