ઊંઝા તાલુકામાં ડાભી ગામના દશરથજી ઠાકોરની તાલુકા કોંગ્રેસ સમિતિમાં ફરીથી વરણી કરાઈ

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ઊંઝાના ડાભી ગામના દશરથજી ઠાકોરની તાલુકા કોંગ્રેસ તરીકે ફરીથી વરણી કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચના અને જિલ્લા પ્રભારી અને ઉપપ્રમુખ જીતુભાઈ પટેલની ભલામણથી અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રણજીતસિંહ અનુમતીથી ઉઝા ડાભી ગામના દશરથજીની ત્રીજી વખત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.


જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિ તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષની વફાદાર વિચારધારાને અનુરુપ અગાઉ કરેલી કામગીરી અને સંગઠનની સેવાઓની કદર કરી આગામી લોકસભાની ચૂંટણીમાં પણ મહેનત કરી કોંગ્રેસને જીત મળે એવી પણ શુભેચ્છાઓ પાઠવી હતી.વધુમાં ઊંઝા તાલુકા કોંગ્રેસ સમિતિમાં પહેલા ગુણવંતસિંહ ઝાલા પદ ઉપર હતા જેઓને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વવારા વર્ષ 2021માં પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. જેમાં સતત ત્રણ વર્ષ સુધી પક્ષમા કામગીરી કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્ણયના આધારે ઊંઝા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખની નવી વરણી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.