કડીની વાઈલ્ડ લાઈફ રેન્જ કચેરીમાં છત પરથી પોપડાં પડવાનો સિલસિલો યથાવત

મહેસાણા
મહેસાણા

કડી શહેરના સુજાતપુરા રોડ સ્થિત વાઈલ્ડ લાઈફ રેન્જની કચેરીમાં છતમાંથી પોપડા પડવાનો સિલસિલો યથાવત છે. એક માસ બાદ ફરી પોપડાં પડતાં રોજમદાર કર્મીનો આબાદ બચાવ થયો હતો. જોખમી કચેરીની બહાર ખુલ્લામાં બેસવા આરએફઓએ બે રોજમદાર કર્મીઓને આદેશ કરતાં અનેક સવાલો ઉઠ્યા છે.એક માસ અગાઉ કચેરીની છતમાંથી પોપડું પડતાં હંગામી રોજમદાર સુરેશ પંડ્યાને માથાના ભાગે સામાન્ય ઇજા થઇ હતી.

તેમ છતાં વન વિભાગ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો હોય તેમ કોઇ પગલાં લેવાયાં નથી. ત્યાં ગુરૂવારે ફરીથી કચેરીની છતમાંથી પોપડાં ખરી પડ્યાં હતાં. જોકે, સદનસીબે લીલાભાઈ દેસાઈ અને સુરેશ પંડ્યા બંને કર્મીઓનો આબાદ બચાવ થયો હતો. જે અંગે કર્મીઓએ આરએફઓ એસ.કે. પટેલને જાણ કરતાં તેમણે હંગામી રોજમદાર કર્મીઓને બહાર બેસીને ફરજ બજાવવાનો તઘલખી આદેશ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.