કડીના કરણનગર રોડ ઉપર પાલિકા દ્વારા 3 દિવસ પહેલા 25 લાખના ખર્ચે બનાવેલ ડામરના રોડમાં તિરાડો પડી

મહેસાણા
મહેસાણા

કડી નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં અનેક ઠેકાણે વિકાસના કાર્યો કરી રહ્યું છે, પરંતુ અનેક ઠેકાણે વિકાસના કામમાં નબળાઈ થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેવો જ એક દાખલો કડીના કરણનગર રોડ ઉપર 3 દિવસ પૂર્વે 25 લાખના ખર્ચે બનાવેલ ડામરનો રોડ તૂટી જતા સ્થાનિક રહીશોમાં રોજ હતો અને કામગીરી ઉપર અનેક સવાલો ખાડા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે.કડીના કરણનગર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટની બાજુમાં નવીન સોસાયટીઓ બની રહી છે. તેમજ અનેક સોસાયટીઓ તૈયાર પણ થઈ ગઈ છે અને સોસાયટીઓમાં રહીશો રહેવા પણ આવી ગયા છે. કરણનગર રોડ ઉપર આવેલ પરમાનંદ ગ્રીન્સ હાઇટસ સોસાયટીથી અંદર જવાના રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલાં પાકો ડામોરનો રોડ બનાવવામાં આવેલો હતો. જ્યાં અચાનક જ રોડ તૂટી ગયો અને તિરાડો પડતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકા દ્વારા 50થી 100 મીટરનો આ રોડ બનાવવામાં આવેલો છે, પરંતુ નબળી કામગીરીના કારણે રોડ તૂટી જવાની સમસ્યા ઉદભવી છે.


કડીના કરણનગર રોડ ઉપર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટની બાજુમાં ત્રણ દિવસ પહેલા બનાવેલ રોડ પર તિરાડો પડી ગઈ છે. તેમજ અનેક ઠેકાણે રોડ બેસી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તેમજ કપચી પણ ઉખડી ગઈ હોય તેવું પણ જોવા મળ્યું હતું. પરમાનંદ હાઇટ્સમાં રહેતા દશરથ સોમાભાઈએ જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા રોડ બનાવવામાં આવેલો છે અને રોડના કંઈ ઠેકાણા નથી. ચાર દિવસમાં જ રોડ તૂટવા માંડ્યો છે. ગેટની આગળ ઢાળ પાડવાનો હોય પરંતુ ખાડા રાખવામાં આવેલા છે. રોડનું કોઈ લેવલ પણ નથી. આ રોડ ઉપર બમ્પ બનાવવામાં આવે તો સેફટી રહે, રોડ જેને પણ બનાવ્યો હોય તેનાથી કોઈ મતલબ નથી પરંતુ પણ જે રોડ બન્યો છે તે ઠેકાણા વગરનો બનેલો છે. રોડ સારો અને વ્યવસ્થિત બનવું જોઈએ તેવી અમારી માગણી છે.નગરપાલિકાના ઈજનેર મહેશભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, કદાચ બિલ્ડરે ગટર બનાવી હોય તો તૂટી ગયો હોય અને જ્યારે ખર્ચની વાત કરી તો તેમને જણાવ્યું હતું કે, ટીપી રોડ બનાવવામાં આવેલા છે. તેનું ટેન્ડર જોવું પડે મને મોઢે નથી અને રોડ તો તૂટ્યો જ ના હોય તેવું કહીને તેમને તેમનો બચાવ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.