ઉનાવા એપીએમસીમાં કપાસની આવકો શરૂ : મણના ભાવ ૧૨૦૦ થી ૧૬૨૨ રૂપિયા
આગળ જતાં કપાસની આવકો વધશે : સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ: ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક પાંચ ગાડીની આવક નોંધાઈ છે. અત્યાર સુધી ૨૫ ગાડી કપાસની આવક નોંધાઈ છે. આજે ભાવ રૂપિયા ૧૨૦૦ થી ૧૬૨૨ સુધીના જોવા મળ્યા હતા. આગામી પખવાડીયામાં કપાસની આવક વધવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. હરાજી પ્રક્રિયામાં એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત વેપારીઓ જોડાયા હતા. હાલ કપાસની આવક મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાંથી આવી રહી છે.
ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આજથી કપાસની હરાજી યોજાઈ હતી. જેમાં નીચો મણનો ભાવ રૂપિયા ૧૨૦૦ તેમજ ઊંચો મણનો ભાવ રૂપિયા ૧૬૨૨ પડયો હતો. જેને લઇ ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની નવી આવકોની શરૂઆત થઈ છે. જેમાં ખેડૂતો પોતાનો માલ લઈ વેચાણઅર્થે આવ્યા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આગળ જતાં કપાસની આવકો જોર પકડશે તેવુ સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું.