મહેસાણામાં રોજેરોજ કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં ૨૭ કેસ ખુલ્યાં

મહેસાણા
મહેસાણા

અનલોકમાં મળેલી છૂટને કારણે મહેસાણામાં રોજેરોજ કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. આજે મહેસાણામાં એકસાથે ૨૭ કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ ગ્રામ્ય પંથકમાં હોવાનું મહોંલ્લાઓમાં પાડોશીઓ ચોંકી ઉઠ્યા છે. આ તરફ મહેસાણા તાલુકાના એક જ ગામમાં એકસાથે ૫ કેસ આવતાં હડકંપ મચી ગયો છે. આજે જીલ્લામાં ૧૭ પુરૂષ અને ૧૦ સ્ત્રીઓ મળી નવા ૨૭ દર્દીઓનો ઉમેરો થયો છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી આજના દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તમામના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના એકસાથે નવા ૨૭ કેસ સામે આવ્યા છે. આજે મહેસાણાના ૫ તાલુકાઓમાં એકસાથે ૧૯ કેસ સામે આવતાં ગ્રામ્ય પંથકમાં પણ કોરોના બેકાબૂ બન્યો હોવાનું સ્પષ્ટ થયુ છે. જેને લઇ દર્દીઓના સંપર્કમાં આવેલા પાડોશીઓ ક્યારે અને કેવી રીતે તેમજ કેવા સંજોગોમાં મળ્યા હતા ? તેવા સવાલ ખુદ પોતાને પૂછી સંક્રમિત છે કે નહિ તે જાણવા દોડધામ મચી ગઇ છે. અનલોક દરમ્યાન સંક્રમણનો રાફડો ફાટતાં રહીશોમાં ચોંકાવનારી સ્થિતિ બની છે. આ તરફ જીલ્લામાં રાહત કહી શકાય તેવા સમાચાર એ છે કે, આજે નવા ૧૦ દર્દીઓ સાજાં થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મહેસાણા જીલ્લામાં આજે મહેસાણા શહેરમાં ૫, મહેસાણા તાલુકાના રામોસણામાં ૧, બલોલમાં ૧, દેદિયાસણમાં ૧, ખેરવામાં ૧, સાંગણપુરમાં ૧ અને જોરણંગમાં એકસાથે ૫ કેસ સામે આવ્યા છે. આ તરફ ઊંઝા શહેરના એક જ વિસ્તારમાં ૩, ઊંઝા તાલુકાના ઉનાવામાં ૨, કડી તાલુકાના ડરણમાં ૨, મેઢામાં ૧, અણખોલમાં ૧, વિજાપુર તાલુકાના ખણુંસામાં ૧ અને વિસનગર તાલુકાના રાલીસણામાં ૨ મળી નવા ૨૭ કેસોનો ઉમેરો થયો છે.

આરોગ્ય વિભાગે કોવિડ ગાઇડલાઇન મુજબ તમામ દર્દીઓના એકદમ નજીક અને દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. આ તરફ જીલ્લામાં આજે એકસાથે ૧૦ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોવિડ-૧૯ અંતર્ગત કુલ ૯૧૩૯ સેમ્પલ લેવામાં આવ્યા બાદ ૮૨૬૫ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જેમાં આજે આવેલા ૨૭૩ સેમ્પલના રીઝલ્ટમાં ૨૪૬ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આજે ૨૭ કોરોના કેસ સામે આવ્યા છે. જીલ્લામાં હાલ કોરોનાના ૨૭૨ કેસ એક્ટિવ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.