ઊંઝામાં કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભ પટેલની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાજલી અર્પણ કરવામાં આવી

મહેસાણા
મહેસાણા

આજરોજ ઊંઝામાં કોંગ્રેસ દ્વારા અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર, 1875ના દિવસે જન્મ થયો હતો. આજ લોખંડી પુરુષના જન્મદિવસ પર તેમના અમદાવાદ સાથેના નાતા અંગે પણ આજે લોકોને જણાવવાનો સમય છે. કારણ કે, દેશને આઝાદ કરાવવામાં અનોખું યોગદાન આપનાર સરદારની કર્મભૂમિ અમદાવાદ રહ્યું છે. એટલું જ નહીં સરદાર પટેલે રાજકીય કારકિર્દીની શરૂઆત પણ અમદાવાદથી જ કરી હતી. જોકે દેશની આઝાદી માટે લોકોને જગાડનાર સરદારે પોતાના જીવનમાં ક્યારેય પાછા વળીને નથી જોયું. આઝાદીની લડાઈમાં તેમણે અંગ્રેજો સામે બે મોટા આંદોલન બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. સરદાર આજે પણ આપણા માટે પ્રેરણા છે. તેમને ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ દેશને એક કરવામાં પણ ખુબ મોટી ભૂમકિા ભજવી હતી. રાજા-રજવાડાને ભારતમાં જોડવાનું કામ કર્યું હતું. આમ સરકારની અનેક યાદો છે જેની ચર્ચા કરીએ એટલી ઓછી છે.


ઊંઝા તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા ઊંઝા સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને ફુલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ પ્રથમ મહિલા વડાપ્રધાન ભારત રત્ન ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઊંઝા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુણવંતસિંહ ઝાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ, જિલ્લા કોંગ્રેસ મંત્રી જયદેવસિંહ, સુમિર સક્સેના, માઇનોરીટી સેલના મિસરીખાન પઠાણ, ભરત પટેલ, નરેન્દ્ર કે. પટેલ અને કોંગ્રેસના અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.