મહેસાણા જિલ્લામાં પાંચ કેન્દ્રો પરથી કોરોના વેકસીનેશનનો પ્રારંભ

મહેસાણા
મહેસાણા

મહેસાણા : મહેસાણા જિલ્લામાં પણ કોરોના મહામારીના અંતની શરૂઆત આ રસીકરણ થકી કરવામાં આવી. મહેસાણા જિલ્લામાં કોવિડ વેકસીનેશનનો પ્રારંભ લોકસભા સાંસદ શારદાબેન પટેલ જનરલ હોસ્પિટલ મહેસાણા, જિલ્લાના કલેકટર એચ કે પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ વાય દક્ષિણી, રાજ્યસભાના સાંસદ સભ્ય જુગલજી ઠાકોર જી.એમ.ઇ. આર.એસ. જનરલ હોસ્પિટલ વડનગર, ધારાસભ્ય અજમાલજી ઠાકોર સી.એચ.સી. સતલાસણા, ધારાસભ્ય કરશનભાઇ સોલંકી ભાગ્યોદય હોસ્પિટલ કડી તેમજ ધારાસભ્ય આશાબેન પટેલે એસ.ડી.એચ. ઉંઝા ખાતે ગણમાન્ય મહાનુભાવો વગેરેની ઉપસ્થિતમા પ્રારંભ કરાવ્યો હતો. મહેસાણા જિલ્લાને કોવિડશિલ્ડ કોવિડ-૧૯ વેક્સિનના કુલ ૧૮૫૨૦ ડોઝ મળેલ છે. જે જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૧૫૧૬૦ આરોગ્ય કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને આપવામાં આવશે. બીજા તબક્કામાં ૧૩૬૬૮ ફ્રંટલાઈન વર્કરૉને રસીકરણથી આવરી લેવામાં આવશે. ત્રીજા તબક્કામાં કુલ ૪૫૪૩૪૩ વ્યક્તિઓને રસીકરણથી આવરી લેવાશે.મહેસાણા જિલ્લામાં કુલ ૨૨૨૫ સેશન સાઇટ તૈયાર કરેલ છે જ્યાં ૩૧૯ કોલ્ડ ચેનના તાલીમબદ્ધ કર્મચારી દ્વારા રસીકરણ કરવામાં આવશે.
કોરોના વેક્સિન દ્રારા ૫૦૩ કોરોના સામે સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. જેમાં વડનગર ખાતે ૧૦૧, મહેસાણા ખાતે ૧૨૪, કડી ભાગ્યોદય ખાતે ૧૦૦, ઊંઝા સી એચ સી ખાતે ૯૦, સતલાસણા પી એચ સી ખાતે ૮૮, આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીએ આ વેકસીનેશનનો લાભ લીધો.આ કોરોના વેક્સિનનો આજે મહેસાણા જિલ્લાના ૩૪ ખાનગી તબીબો, ૬૧ સરકારી તબીબો,૧૯૫ પેરામેડિકલ સ્ટાફ, ૧૫૭ આશા વર્કર બહેનો, ૩ આઈ સી ડી એસની બહેનો,૨૮ વર્ગ ચારના કર્મચારીઓ, ૧૪ કોન્ટ્રાકટ હેઠળના કર્મચારીઓ અને ૧૧ અન્ય કર્મચારીઓ આજે કોરોનાને મહાત આપવા ખૂબ ઉત્સાહભેર આગળ આવ્યા હતા.
કોરોના મહામારીના અંતની મહેસાણા જિલ્લામાં મહેસાણા જનરલ હોસ્પિટલ ખાતે સર્વ પ્રથમ કોવિડ વેક્સિન ઉત્સાહભેર લઈને આઈ એમ એ ના ડૉક્ટર અનીલભાઈ નાયક અને મહેસાણા આઈ એમ એ ના પ્રમુખ ડૉ અનિલભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.