મહેસાણા જિલ્લાને મુખ્યમંત્રીએ આપી દિવાળી ભેટ, આર્થિક અને વ્યાપારિક ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં આપી મંજૂરી

મહેસાણા
મહેસાણા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વ્યાપારિક ગતિવિધિઓના મહત્વના શહેર મહેસાણાનો ડેવલપમેન્ટ પ્લાન એક જ દિવસમાં મંજૂર કરી દીધો છે. મહેસાણા શહેરના આ પ્લાનની મંજૂરી સાથે જ ડી.પી મંજૂરીમાં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્યાંક પણ પૂર્ણ થઇ ગયો છે.

વિજયભાઇ રૂપાણીએ સુરત-સુડાના ડી.પી.ની આખરી મંજૂરી બાદ હવે મહેસાણા શહેરના આ ડી.પી.ને અગિયારમાં ડી.પી તરીકે મંજૂરી આપી છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહેસાણા શહેરનો આ ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરી આપીને નાગરિકોને દિપાવલી ભેટ આપી છે.મહેસાણા શહેરમાં રહેણાંક, વાણિજ્યીક, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ માટે વધુ જમીનો ઉપલબ્ધ થાય તેમજ પ્રગતિ વિકસે તે માટે નગરપાલિકા વિસ્તારમાં શહેરીકરણને અનુરૂપ તમામ ઝોનીંગ કરાયું છે.

શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખતાં ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝના સુવ્યવસ્થિત આયોજન માટે પહોળા રસ્તાઓ પણ આ ડી.પી માં મંજૂર કર્યા છે.તદઅનુસાર રીંગ રોડ સહિત ૩૦ મીટર, ર૪ મીટર અને ૧૮ મીટર પહોળાઇના માર્ગોનું સુઆયોજિત નેટવર્ક સુચિત કરવામાં આવ્યું છે. દૂધ સાગર ડેરીના કારણે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત મહેસાણા શહેર માટે અંદાજે ૩ર.૧૦ ચો.કિ.મી. વિસ્તારના નગરપાલિકા વિસ્તારનો અદ્વિતીય પૂનરાવર્તીત નકશો મંજૂર કર્યો છે.આ અગાઉ ૧૯૯૩થી મંજૂર થયેલા ડી.પી પછી પાછલા બે દાયકામાં મહેસાણા શહેરના તીવ્ર ગતિએ થયેલા વિકાસને લક્ષમાં લઇને સમગ્ર નગરપાલિકા વિસ્તારમાંથી ખેતી ઝોન રદ કરીને રહેણાંક ઝોન આ ડી.પી.માં સૂચવ્યો છે.

મહેસાણાના ડી.પી.માં હયાત જમીન વપરાશ અને ભવિષ્યની જરૂરીયાત ધ્યાને રાખતાં કુલ ૩ર૧૦ હેકટર્સમાંથી આશરે ૩૦૦૦ હેકટર્સ જેટલો વિસ્તાર શહેરીકરણ માટે સુચિત કરી, બાકીનો વિસ્તાર જળપ્રવાહ કેનાલ વિગેરે માટે સુચિત કરેલ છે. આ સુચિત જમીન વપરાશમાં ગામતળ, રહેણાંક, વાણિજ્યીક અને ઔદ્યોગિક વિસ્તાર માટે નિયત વિસ્તાર ઉપરાંત ખાસ કરી જાહેર હેતુ માટે આશરે ૧૪ર હેકટર્સ, જાહેર ઉપયોગીતા માટે આશરે ૪ર હેકટર્સ તથા રેલ્વે, રસ્તા, નાળિયા માટે આશરે ૩પ૮ હેકટર્સ તેમજ બાગ-બગીચા માટે આશરે ૧૦ હેકટર્સ જેટલી જમીન સુચિત કરવામાં આવી છે.

વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસને વધુ વેગવંતો બનાવવા એક અન્ય મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય પણ કર્યો છે.નિર્ણય અનુસાર ટાઉન પ્લાનીંગ સ્કીમ ફાયનલ કરવામાં ટાઉન પ્લાનીંગ ઓફિસર-ટી.પી.ઓ કક્ષાએ લેવાતા વધુ સમયના નિવારણ રૂપે હવે એવો નિર્ણય કર્યો છે કે હાલ જે ટી.પી સ્કીમ માટે ખાસ કરીને મુખ્ય નગરનિયોજક તથા શહેરી વિકાસ સત્તામંડળો, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવવામાં આવતો બે વખતનો પરામર્શ માત્ર એક જ વાર મેળવવામાં આવશે.

વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર ચીફ ટાઉન પ્લાનર અને સત્તામંડળ કક્ષાએથી ત્વરિત પરામર્શ આપવામાં આવે તેવી સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.